જાણો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આગામી મેચ કેટલા વાગ્યે

3 Min Read

IND vs SA: ચોથી ટી20 મેચના સમયમાં મોટો ફેરફાર, નોંધી લો શિડ્યુલ નહીંતર જોવાનું રહી જશે ચૂકી!

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ મેચોની ટી20 શ્રેણી ચાલી રહી છે. અત્યાર સુધી ત્રણ મેચ રમાઈ ચુકી છે અને કમનસીબે હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમ આ ત્રણેય મેચો હારી ગઈ છે. આ સાથે જ સાઉથ આફ્રિકાએ શ્રેણી પર કબ્જો જમાવી લીધો છે. જોકે, આ શ્રેણી ટી20 વર્લ્ડ કપ 2026ની તૈયારીઓ માટે અત્યંત મહત્વની છે, તેથી બાકી રહેલી બે મેચોમાં ભારતીય ટીમ પોતાનું સન્માન બચાવવા અને ફોર્મ પાછું મેળવવા મેદાનમાં ઉતરશે.

ચોથી ટી20 મેચ: જોહાન્સબર્ગના મેદાનમાં રાત્રે જામશે જંગ

શ્રેણીની ચોથી મેચ 25 એપ્રિલ, શનિવાર ના રોજ રમાવાની છે. આ મુકાબલો જોહાન્સબર્ગના ઐતિહાસિક વાન્ડરર્સ સ્ટેડિયમમાં યોજાશે.

- Advertisement -

harmit1.jpg

  • મેચનો સમય: આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 9:30 વાગ્યે શરૂ થશે.
  • ટોસનો સમય: મેચ શરૂ થવાના અડધા કલાક પહેલા એટલે કે રાત્રે 9:00 વાગ્યે ટોસ થશે.
  • ખાસ નોંધ: જો તમે આ મેચ જોવા માંગતા હોવ તો મોડે સુધી જાગવાની તૈયારી રાખજો, કારણ કે મેચ મોડી શરૂ થતી હોવાથી તે રાત્રે આશરે 1:00 વાગ્યા સુધી ચાલી શકે છે.

પાંચમી અને છેલ્લી ટી20: સોમવારનું શિડ્યુલ અલગ છે

શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ 27 એપ્રિલ, સોમવાર ના રોજ બેનોનીના વિલોમૂર પાર્ક ખાતે રમાશે. આ મેચનો સમય ચોથી મેચ કરતા તદ્દન અલગ છે, જે ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે.

- Advertisement -
  • મેચનો સમય: આ મેચ વહેલી શરૂ થશે. ભારતીય સમય મુજબ સાંજે 5:30 વાગ્યે મેચનો પ્રથમ બોલ નંખાશે.
  • ટોસનો સમય: સાંજે 5:00 વાગ્યે ટોસ કરવામાં આવશે.
  • આ મેચ રાત્રે 9:00 વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ જશે, જે ભારતીય દર્શકો માટે અનુકૂળ સમય છે.

ક્યાં જોઈ શકાશે લાઈવ પ્રસારણ?

જો તમે ટીવી પર મેચ જોવા માંગતા હોવ, તો આ શ્રેણીનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ (Star Sports 3) પર ઉપલબ્ધ રહેશે. જો તમે ઓફિસમાં હોવ અથવા બહાર હોવ અને મોબાઈલ પર મેચનો આનંદ માણવા માંગતા હોવ, તો તમે જિયો હોટ સ્ટાર (Jio Hot Star) એપ પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો.

ટીમ ઇન્ડિયાની પડકારજનક સ્થિતિ

ભારતીય મહિલા ટીમ માટે આ પ્રવાસ અત્યાર સુધી નિરાશાજનક રહ્યો છે. પ્રથમ બે મેચમાં બેટિંગ નિષ્ફળ રહી હતી, જોકે ત્રીજી મેચમાં સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ સારી શરૂઆત અપાવી હતી અને ટીમે મોટો સ્કોર બનાવ્યો હતો. તેમ છતાં, બોલિંગ અને ફિલ્ડિંગમાં ખામીઓને કારણે સાઉથ આફ્રિકાએ મેચ જીતી લીધી હતી. હવે આગામી બે મેચોમાં શ્રેયંકા પાટીલ અને દીપ્તિ શર્મા જેવા ઓલરાઉન્ડરોએ બોલિંગમાં વધુ શિસ્ત બતાવવી પડશે.

harmit.jpg

બંને દેશોની ટીમ પર એક નજર

ભારતીય મહિલા ટીમ:

- Advertisement -

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), શ્રેયંકા પાટીલ, રેણુકા સિંહ ઠાકુર, અરુંધતી રેડ્ડી અને અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓ.

સાઉથ આફ્રિકા મહિલા ટીમ:

લોરા વોલ્વાર્ડ (કેપ્ટન), સુને લુસ, ક્લો ટ્રાયન, મેરિઝાન કેપ, નાદિન ડી ક્લર્ક, આયાબોંગા ખાકા અને નોનકુલુલેકો મ્લાબા જેવી અનુભવી ખેલાડીઓ.

TAGGED:
Share This Article