૨૯ ઓગસ્ટ ૨૦૦૭થી ૧૦૮ આરોગ્ય વિષયક સેવાનો પ્રારંભ કરી ૨૯ ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ ૧૦ વર્ષ પૂર્ણ કરે છે. આજે રાજયમાં ૬૫૦ જેટલી એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે. ૭૮ લાખ કરતાં વધારે લોકોને કટોકટી સમયે, એક લાખ કરતા વધુ પોલીસ અને ૫ હજારથી વધુ ફાયર માટેની સેવા આપવામાં આવી છે. ૨૪.૭૭ કરોડથી વધારે કિલોમીટરનું સંચાલન કરવામાં આવે છે. પ્રતિ કલાકે ૧૧ જીંદગી બચાવવામાં આવે છે. ૭૫ હજારથી વધુ પ્રસુતિ ૧૦૮માં કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં ૨,૨૬૮૧૦ ઇમરજન્સી સેવા આપવામાં આવી છે.
આરોગ્ય સંજીવની સેવા ૨૫ જિલ્લામાં ૬૮ તાલુકાના ૧૫૫૬ ગામોની ૨૬,૭૩,૩૩૦ વસ્તીને આવરી લીધી છે. ૧૬૧૩૦૦ કેમ્પમાં ૩૮,૩૯,૬૩૩ લોકોને લાભ આપ્યો છે. ખિલખિલાટ સેવામાં સગર્ભા માતાને ધરેથી હોસ્પિટલ સુધી નિઃશુલ્ક સેવા પુરી પાડવામાં આવી છે. જેમાં વલસાડ જિલ્લામાં ૩૩૪૫૧ લાભાર્થીઓએ લાભ મેળવ્યો છે. આજ રીતે ૧૮૧ અભ્યમ્ મહિલા હેલ્પલાઇન સેવા ૨,૭૬,૭૮૦ કરતાં વધારે મહિલાઓને વિકટ પરિસ્થિતિમાં સલાહ , બચાવ અને માર્ગદર્શન સેવા પુરી પાડવામાં આવી છે. જેમાં ૫૮,૪૮૭ રસ્કયુવાન સાથે કાઉન્સીલીંગ અને ૩૫,૫૨૭ કિસ્સામાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાસ કરવામાં આવ્યો છે.