પ્રજાના નાણાંનો દુરુપયોગ કેવી રીતે કરવો તેનું ઉદાહરણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના બજેટ મંજુર કરતા અધિકારીઓએ આપ્યું છે.ખાડિયા વિસ્તારમાં જૂની ગોલવાડ દ્વારકાધીશ ની પોળમાં બોર્ડ લગાવવાની હોડમાં જોવા મળ્યું છે.કોંગ્રેસ ના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પોતાનું કદ વધારવા અને પોતાના નામનું ખાડિયા વિસ્તારમાં વજન પડે તે માટે બજેટ ફાળવી આ સ્થળે બોર્ડ લગાવવામાં આવ્યું હતું.
આ સ્થળે બોર્ડ લગાવ્યા બાદ ભાજપના મહિલા કોર્પોરેટરે પણ તેની બરોબર નીચે દ્વારકાધીશ ની પોળ લખેલુ બોર્ડ લગાવવા માટે બજેટ ફાળવી દીધું છે.
દ્વારકાધીશની પોળના રહીશોએ પોળની ઓળખ માટે કાળા પથ્થર ઉપર સ્ટીલથી દ્વારકાધીશની પોળ લખેલો ગેટ બનાવ્યો હતો.આ ગેટ ની આગળ પતરાનું બોર્ડ લગાવવા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ બજેટ ફાળવ્યું હતું.કોંગ્રેસ ના ધારાસભ્યએ ખાડીયામાં પોતાનું વર્ચસ્વ જમાવતા ભાજપના કોર્પોરેટર જયશ્રી પંડ્યાને પોતાનો ગરાસ લૂંટાઈ ગયાનું લાગ્યું હતું.આથી ભાજપના કોર્પોરેટર જયશ્રી પંડ્યાએ પોતાનું બજેટ ફાળવીને ગેટની નીચે કેસરી કલર નું બોર્ડ લગાવડાવી દીધું છે.આથી ત્યાં પોળનું નામ લખી શકાય.પોળનું નામ દર્શાવવા માટે આમ બે પક્ષોએ એક જ જગ્યાએ બજેટ ફાળવી દેતા અનેક તર્ક વિતર્કો ઉભા થવા પામ્યા છે.એક બોર્ડ મારવા માટે ઓછામાં ઓછું 15000 થી 20000 નું બજેટ મંજુર થતું હોય છે.
આ બાબત ને લઈ ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના બજેટ પાસ મંજુર કરતા અધિકારીઓ ઉપર પણ સવાલ ઉભા થયા છે કે આ બજેટ મંજુર થઈ ગયા બાદ તેનો રેકોર્ડ ઉપ્લબ્ધ હોવા છતાં પણ બીજી વાર તે જ જગ્યા નું બજેટ કેવી રીતે મંજુર કર્યું ? કે પછી જાણી જોઈ ને આ બજેટ મંજુર કર્યું તેવા અનેક પ્રશ્નો ઉભા થયા છે.