નવી દિલ્હી : ઉત્સવની સીઝન દરમિયાન, આગામી કેટલાક દિવસો માટે સ્માર્ટફોન પર ડિલ્સ અને ડિસ્કાઉન્ટ મળશે. POCOએ તેના કેટલાક સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટની પણ જાહેરાત કરી છે.
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ દરમિયાન કંપની પોકો એમ 2, પોકો એમ 2 પ્રો, પોકો એક્સ 2 પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સિવાય પોકો એક્સ 3 પર બેંક ડિસ્કાઉન્ટ લઈ શકો છે.
પોકો એમ 2 – 6 જીબી રેમ અને 64 જીબી વેરિએન્ટમાં 500 રૂપિયાની છૂટ મળશે. 6 જીબી રેમ 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટમાં 1,000 રૂપિયાની છૂટ મળશે.
પોકો એમ 2 પ્રોના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિએન્ટમાં 1,000 રૂપિયાની છૂટ છે. જ્યારે 6 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિયન્ટમાં પણ 1,000 રૂપિયાની છૂટ છે.
પોકો એમ 2 પ્રોના ટોપ વેરિઅન્ટમાં 6 જીબી રેમ સાથે 128 જીબી સ્ટોરેજ છે. અહીં પણ તમને 1000 રૂપિયાની છૂટ આપવામાં આવશે.