ફરી પારડી પોલીસે ત્રણ થી સાડા ત્રણ તોલાની કિમત રૂ ૩૫.૦૦૦/- માત્ર બતાવી
સવારની ઘટનામાં પારડી પોલીસને ફરિયાદ નોધતા સાંજ થઇ
પારડી દમણીઝાંપામાં નિવૃત વૃદ્ધા શિક્ષિકાના ગળામાંથી આજરોજ વહેલી સવારે કારમાં આવેલા ત્રણ યુવાનો ત્રણથી સાડા ત્રણ તોલાની સોનાની ચેઇન તોડી ભાગી છૂટ્યા હતા. ઘટના અંગે પારડી પોલીસને જાણ સવારની ઘટનામાં પોલીસને ફરિયાદ નોંધતા સાંજ થઇ હતી.
પારડી દમણીઝાંપા મોઢ ફળિયામાં રહેતા વૃધ્ધ નિવૃત શિક્ષિકા કંચનબેન દેવચંદ લાકડાવાળા નિત્યક્રમ મુજબ તેમના આંગણામાં ઝાડુ મારી રહ્યા હતા તે દરમિયાન સવારે સાતેક વાગ્યા ના સુમારે તેમના ઘરના ભાગે સામેના ભાગે પાર્ક કરેલી મહારાષ્ટ્ર ર્પાસિંગની માત્ર એમ.એચ.-૪૮ નંબરની સેન્ટ્રોકારમાં બેઠેલા ત્રણ અજાણ્યા યુવાનોએ કાર તેમની નજીક લાવી કંચનબેન કઈ સમજે તે પહેલા તેમના ગળામાંથી ત્રણથી સાડા ત્રણ તોલાની કિમત રૂ ૩૫૦૦૦/- સોનાની ચેઇન ખેંચી કાર પૂરપાટ ઝડપે ભાગી છૂટ્યા હતા. પ્રથમ પ્રયાસમાં કંચનબેનના ગાળા માંથી ચેઇન ન તૂટતાં ચેઇન સ્નેચરે બીજી વાર પ્રયાસ કરતાં ચેઇન તૂટી ગઈ હતી અને કંચનબેન નીચે પડી ગયા હતા જેમને હાથના ભાગે નાની મોટી ઇજાઓ પણ થઈ હતી. દમણીઝાંપા જેવા ભરપૂર અવરજ્વર વાળા રસ્તા પર ઘરના આંગણામાં વયો વૃધ્ધના ગળા માંથી ચેઇન ખેચાયાના સમાચારથી લોકોમાં ભયનો માહોલ દેખાયો હતો .અત્રે ઉલ્લેખીની છે કે પારડીમાં હાઇવે પર મહિલા પીએસઆઈનો સર્જાયેલા અકસ્માતમાં પારડી પોલીસે તાબડતોબ હોસ્પિટલે જઈ ફરિયાદ લીધી હતી જ્યારે આજ રોજ પારડીના વૃધ્ધના ગળામાં ચેઇન ખેચાયાની સવારે સાત વાગ્યે ઘટના બની હતી ઘટના અંગે સવારે પારડી પોલીસ મથકે ફરજ પરના પીએસઓ ને જાણ કરી હતી તેમ છતા પારડી પોલીસને ચેઇન સ્નેચિગનીએક ૭૭ વર્ષના વડીલ-માજીની ફરિયાદ લેવામાં સાંજના ૫ વાગ્યા હતા અને વૃધ્ધા ચેઇન સ્નેચરોના ભોગ બનાયા બાદ ફરિયાદ માટે વૃધ્ધાએ અટવાવું પડ્યું હતું. પોલીસ જોકે આજે બપોર બાદ વિસર્જનના બંદોબસ્તમાં હતી હોવાનું પોલીસે જણાવ્યું હતું.