પારડી થી વાપી જીઆઇડીસી માં ઘરે થી નોકરી પર જતા ઘટના બની
વાપી સલવાવ હાઇવે બ્રિજ પર આજરોજ સવારે પારડી ના ભાજપ અગ્રણી મહિલાનો પુત્ર ના બાઈક પર પારડી થી વાપી જીઆઇડીસીમાં નોકરી પર જતા પૂર ઝડપે ગફલત ભરે વાહન હંકારી ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતા ઘટના સ્થળે યુવાનનું ટ્રક અકસ્માતમાં મોત નીપજ્યું હતું ટ્રક ચાલક અકસ્માત કરી નાસી છૂટ્યો હતો જેને વાપી હાઇવે પરથી ઝડપી પાડ્યો હતો.
વાપી સલવાવ હાઇવે બ્રિજ પર ગુરુવારના સવારે પારડી ના ભાજપ અગ્રણી મહિલાનો પુત્ર ના બાઈક જીજે-૧૫-એએન-૧૫૮૮ પર પારડીથી વાપી જીઆઇડીસી નોકરી પર જવા નીકળ્યો હતો તે સમયે એક અમદાવાદ તરફ થી ટ્રક ન જીજે-૧૬-ટી-૭૪૦૭ પૂર ઝડપે ગફલતભરી વાહન હંકારી ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતા ઘટના સ્થળે યુવાનનું ટ્રક ચાલક દિલીપકુમાર સુર્યભાન પટેલ રહે. ભરૂચ વાલિયા અકસ્માત કરી નાસી છૂટ્યો હતો અકસ્માતમાં મોત કૌશલ ભરતભાઈ પરમાર ઉ વ ૨૬ રહે પારડી મહેતા હોસ્પિટલ પાસે,જે નિયમિત પારડી થી વાપી જીઆઇડીસી માં સારી પોસ્ટ પર ફરજ બજાવતો હતો સાથે સ્ટેમ્પ વેન્ડર તરીકે માતા ઈલા બેન જોડે કામ કરતો હતો તેમજ ભાજપ યુવા મોરચાના સભ્યમાં જોડાયેલ હતો પુત્ર ના અકસ્માતને લઇ માતા પિતા આ ટ્રક ચાલક સામે રોષ વ્યક્ત કર્યો હતો અને પોલીસ સામે ફરિયાદ માં ન્યાય આપવાની માતા ઈલાબેન આશા વ્યક્ત કરી હતી અકસ્માતના પગલે પારડીમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.