એક એવી રેસ્ટોરન્ટ છે, જ્યાં તમે મફતમાં ખાઈ શકો છો. ખાઈ લીધા પછી બિલ ચૂકવવાનો સમય થાય છે ત્યારે ટેબલ પર એક પરબિડીયું આપવામાં આવે છે જેમાં બિલ કોઈ કે ચૂકવી આપેલું હોય છે. હવે તમારો વારો છે. તમે ઈચ્છો તો આ રીતે કોઈકનું બિલ ચૂકવી શકો છો. હવે જમવા આવનારા અજાણ્યા લોકોને લીફ્ટ આપી શકો છો, જે તમને મળી હતી એમ. અમદાવાદમાં 11 વર્ષથી ગીફ્ટ ઈકોનોમી પર આ રેસ્ટોરાં ચાલી રહી છે. નફાની ઈકોનોમી પર આ રેસ્ટોરાં ચાલતી નથી. ‘સેવા કાફે’ એ જ રીતે લોકોને ખવડાવે છે. તમે જેટલું ખાવા માંગો છો તેટલું ખાઈ શકો છો, પરંતુ તમે તમારી પસંદગી પ્રમાણે બિલ આપો છો.
ગીફ્ટમાં ભોજન લીધા પછી બિલ ચૂકવવાની જરૂર નથી, કારણ કે કોઈએ તમારું બિલ પહેલેથી જ ચૂકવ્યું છે. હવે તમારે પણ તમારી પસંદગી પ્રમાણે કોઈ અન્ય ગ્રાહક માટે ગિફ્ટ બનાવવી પડશે. તમે ગમે તેટલું કાફે ભેટ આપી શકો છો. આ ભોજન ચેન છેલ્લા ઘણા વર્ષોથી આ રીતે ચાલી રહી છે. લોકો ચલાવે છે. પે-ફોરવર્ડ પદ્ધતિ અથવા ગિફ્ટ ઇકોનોમી મોડેલનું પાલન કરે છે. ગુરુવારથી રવિવાર સવારે 7 થી 10 વાગ્યા સુધી અથવા 50 મહેમાનો પૂર્ણ ન થાય ત્યાં સુધી ખુલ્લો રહેશે. મહિનાના અંતે પ્રાપ્ત થતી આવક ચેરિટીના ફંડમાં જાય છે.
આ કેફેમાં સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, પર્યટકો, સેવાભાવી લોકો નિ:શુલ્ક કામ કરે છે. રસોઈ બનાવવાનો શોખ છે તો તમે રસોઈ કરી શકો છો. ભોજન પીરસવું, વાસણ માંજવા લોકો આવે છે. “સેવા કાફે એ એક એવો વિચાર છે જ્યાં અતિથી દેવવો ભાવ છે.