ઇમરાન ખાનની નિષ્ફળતાઓને લીધે આ વખતે પણ પાકિસ્તાન આતંકવાદી હાફિઝ સઈદ,જાકીર ઉર રેહમાન લખવી અને મૌલાના મસુદ અઝહરના કારણે ગ્રે લિસ્ટમાં રહેશે. પાકિસ્તાનને 6 મહત્વપૂર્ણ કાર્યોનું લક્ષ્ય સાથે આતંકવાદી ભંડોળ, મની લોન્ડરિંગ અને આતંકવાદી સંગઠનોની મદદને લગતા 27 બાબતો માટે છે. તે કરવામાં ઈમરાન સદંતર નિષ્ફળ છે. વળી, 400 આતંકીઓ વિશે કોઈ સ્પષ્ટતા આપી નથી. આવી બધી વાતોથી ટૂંક સમયમાં બ્લેક લિસ્ટમાં પણ આવી શકે છે.
આતંકવાદ વિરોધી કાયદાના શેડ્યૂલ ફાઇવ હેઠળના 7,600 આતંકીઓની પાકિસ્તાનની અસલ સૂચિમાંથી અચાનક 4,000 થી વધુ નામ ગાયબ થઈ ગયા છે. આ સંજોગોમાં તે લગભગ નિશ્ચિત છે કે પાકિસ્તાન એફએટીએફની ગ્રે લિસ્ટમાં રહેશે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને જર્મની પણ પાકિસ્તાનની ધરતી પરથી ચાલતાં આતંકવાદી સંગઠનો સામે કડક કાર્યવાહી કરવાની પ્રતિબદ્ધતાથી સંતુષ્ટ નથી. અઝહર, સઈદ અને લખવી ભારતના ઘણા આતંકવાદી હુમલા અંગે મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે. ભારતે આ અંગે સતત માંગણી કરી છે. દાઉદને ભારતમાં લાવવાની વાત ભાજપે 2013માં કરી હતી. તે પણ પાકિસ્તાન સોંપતું નથી.