નવી દિલ્હી : મર્સિડીઝ બેન્ઝે જાહેરાત કરી છે કે કંપની ફક્ત ભારતમાં એએમજી (AMG ) સિરીઝની કારનું ઉત્પાદન કરવા જઇ રહી છે. આનું ઉત્પાદન ગુજરાતના મર્સિડીઝ બેન્ઝના ચાકન પ્લાન્ટમાં કરવામાં આવશે. હાલમાં, કંપની તેની એસયુવી અને સેડાન ચાકન પ્લાન્ટમાં બનાવી રહી છે. મર્સિડીઝે જણાવ્યું છે કે એએમજી જીએલસી 43 ભારતમાં ઉત્પાદિત થનારી પ્રથમ કાર હશે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં મર્સિડીઝ-એએમજી સિરીઝમાં 8 કાર છે અને કંપની આ કાર ભારતમાં આયાત કરે છે. એએમજી સિરીઝમાં એએમજી 43, 53, 63 અને જીટી સિરીઝની કારનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. કંપનીનું કહેવું છે કે એએમજી જીએલસી 43 કૂપ મોડેલ ભારતમાં એકદમ લોકપ્રિય થઈ રહ્યું છે અને આ કાર મોટો ગ્રાહક આધાર બનાવી શકે છે.
ભારતમાં એએમજી સિરીઝની કારનું વેચાણ વધ્યું
માહિતી અનુસાર, 2019 માં જ એએમજી સીરીઝની કારના વેચાણમાં 54 ટકાનો વધારો થયો છે અને તેમની માંગ ઘણી વધારે છે. ભારતમાં ઉત્પાદિત કરવામાં આવતી એએમજી સિરીઝની કારો તેમની કિંમતમાં 15 થી 20 લાખ રૂપિયા ઘટાડશે.
માહિતી માટે જણાવીએ કે ભારતમાં મર્સિડીઝ-એએમજી જીએલસી 43 ના આયાત મોડેલની કિંમત લગભગ 1 કરોડ રૂપિયા છે. જો તે ભારતમાં જ બનાવવામાં આવે છે, તો તેની કિંમત 80 લાખ રૂપિયા થઈ શકે છે.