મુંબઈ : ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ તે ફિલ્મોમાંની એક છે જે તમામ બાળકોમાં ખૂબ જ લોકપ્રિય બની હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જીની સાથે બે બાળ કલાકારો પણ હતા, જેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. ફિલ્મમાં ક્યૂટ નાના સરદારની ભૂમિકામાં જોવા મળેલા બાળકને કોણ યાદ ન કરે. હવે આ બાળક ખૂબ મોટું થઈ ગયું છે. એટલું મોટું કે તે થોડા દિવસોમાં લગ્ન કરવા જઇ રહ્યો છે.
અભિનેતાનું નામ ખરેખર પરજાન દસ્તુર છે, જે લગ્ન માટે સંપૂર્ણ તૈયાર છે. તે ફેબ્રુઆરી 2021 માં તેની ગર્લફ્રેન્ડ ડેલના શ્રોફ સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો છે. 15 ઓક્ટોબરના રોજ, પરજાને જયારે ડેલનાને લવ પ્રપોઝ કર્યું હતું અને તેણીએ હા કહી દીધું હતું, તે સમયનો થ્રોબેક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.
દરિયા કિનારા પર પોઝ આપતી વખતે આ દંપતીની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીર પોસ્ટ કરતા પરજાને કેપ્શનમાં લખ્યું, ‘એક વર્ષ પહેલાનો તે સુંદર દિવસ, જ્યારે તેણે હા પાડી હતી! માત્ર 4 મહિના બાકી! #DDwwedding ‘. કોમેન્ટ બોક્સમાં, ચાહકો તેમને ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યાં છે.
લોકોને પરજાનનો એક પ્રખ્યાત સંવાદ આજ સુધી યાદ છે, જેમાં તેઓ કાજોલને કહે છે – ‘તુસ્સી જા રહે હો, તુસ્સી ના જાઓ.’ તેની નિર્દોષતાએ લોકોનું હૃદય જીતી લીધું અને ઘણા લોકોને ભાવનાશીલ બનાવ્યા હતા.