નવી દિલ્હી : જો તમારો ફોન ક્યાંક ચોરાઈ ગયો છે અને તેમાં તમારા વ્યક્તિગત ફોટા અને વિડિયોઝ છે, તો તમારે ગભરાવાની જરૂર નથી. આજે, અમે તમને આવી યુક્તિ જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે તમારો ફોન ચોરી થયા પછી પણ તમારા ફોનના ફોટા અને વીડિયો ડીલીટ કરી શકો છો. ચાલો જાણીએ કે સરળ રીત કઈ છે.
ડેટા ડીલીટ કરવાની ઓનલાઇન રીત
જો તમારો ફોન ક્યાંક ચોરાયો છે, તો પછી આ સ્થિતિમાં પણ તમે તમારા સ્માર્ટફોનનો ડેટા ઓનલાઇન ડીલીટ કરી શકો છો. એટલે કે, જો ફોન તમારાથી દૂર છે, તો પણ તમે તેનો ડેટા ડીલીટ કરી શકો છો. ચાલો જાણીએ.
આ છે સમગ્ર પ્રક્રિયા
1 સૌ પ્રથમ, કમ્પ્યુટર અથવા અન્ય ફોનમાં ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલો.
2 અહીં તમારે https://www.google.com/android/find ટાઇપ કરવું પડશે.
3 હવે તમારે તમારી જીમેઈલ આઈડી સાથે લોગિન કરવું પડશે, જે સ્માર્ટફોનમાં પણ જીમેઈલ આઈડી લોગીન હોય છે.
4 તમને પ્લે સાઉન્ડ, સિક્યુર ડિવાઇસ અને ઈરેઝ ડિવાઇસનાં ત્રણ વિકલ્પો જોવા મળશે.
5 આ ફોન્સનો ડેટા ડીલીટ કરવા માટે, તમારે ઈરેઝ ડિવાઇસ (ERASE DEVICE) પર ક્લિક કરવું પડશે.
6 એકવાર ક્લિક કર્યા પછી, તમારે Gmail પાસવર્ડ દાખલ કરવો પડશે.
7 હવે જો તમારા ફોનમાં ઇન્ટરનેટ ઓન હશે, તો પછી તમે તમારો તમામ ડેટા ડીલીટ કરી શકો છો.