છેલ્લા અગિયાર દિવસ સુધી ભક્તો દ્વારા વિઘ્નહર્તાની સેવાભાવ રીતે પૂજા – અર્ચના કરવામાં આવી હતી.આજ રોજ બારમાં દિવસે ભક્તો દ્વારા ઢોલ – નગારા સાથે શ્રીજીની વિશાળ વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ભક્તોનું મોટું ઘોડાપુર જોવા મળ્યું હતું. દરમ્યાન વિઘ્નહર્તા નું સુરતના મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરી કોમી એકતાનો દાખલો પૂરો પાડવામાં આવ્યો હતો. ચોક બજાર ચાર રસ્તા ખાતે આવી પોહચેલા હિન્દૂ – મિલન મંદિરના ગણેશની પ્રતિમા ચોક બજાર ચાર રસ્તા ખાતે પોહચી હતી. જ્યા મંદિરના સ્વામીજીનું મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું . સાથે જ મુસ્લિમ સમાજે વિઘ્નહર્તાને પણ વધાવી લીધા હતા. મુસ્લિમ સમાજ દ્વારા શાંતિના દૂત તરીકે જાણીતા કબૂતરને પિંજરામાંથી મુક્ત કરી શાંતિ અને ભાઇચારાનો સંદેશો પણ પાઠવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર સતીશ શર્મા,કોંગ્રેસી કોર્પોરેટર દિનસેશ કાચડિયા સહિત ભાજપ પ્રમુખ નીતિન ઠાકર હાજર રહ્યા હતા.
સુરત : સુરતમાં વિઘ્નહર્તાની વિસર્જન યાત્રાનું મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરી કોમી એકતાનો દાખલો પૂરો પાડવામાં આવ્યો હતો.આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ સહિત કોંગ્રેસી કોર્પોરેટરો તેમજ પોલીસ કમિશનર ઉપરાંત મુસ્લિમ સમાજના કદીર પીરઝાદા અને આગેવાનો હાજર રહ્યા હતા.