જસપ્રીત બુમરાહ ઓવલ ટેસ્ટમાં નહીં રમે! શું ‘કરો યા મરો’ની લડાઈમાં ટીમ ઈન્ડિયાનું સૌથી મોટું હથિયાર ગુમાશે?
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ ઓવલ ખાતે રમાવાની છે, અને આ મેચ બંને ટીમો માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ઇંગ્લેન્ડ હાલમાં શ્રેણીમાં 2-1થી આગળ છે. ભારત માટે આ ટેસ્ટ ‘કરો યા મરો’ જેવી સ્થિતિ ધરાવે છે. જો ભારત આ ટેસ્ટ જીતી જાય તો શ્રેણી 2-2થી ડ્રો થશે અને ભારત પોતાનું ગૌરવ બચાવી શકશે. પરંતુ મેચ પહેલા જ ભારતીય ફેન્સ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે — ટીમનો મુખ્ય બોલર જસપ્રીત બુમરાહ આ ટેસ્ટમાંથી બહાર રહી શકે છે.
જસપ્રીત બુમરાહે અગાઉથી આ શ્રેણીમાં માત્ર ત્રણ ટેસ્ટ રમવાના હોવાની વાત હતી. તે પહેલા, ત્રીજા અને ચોથી ટેસ્ટમાં ભાગ લઇ ચૂક્યો છે. ESPNCricInfoના અહેવાલ મુજબ, હવે તેને ઓવલ ટેસ્ટ માટે આરામ આપવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે વધુ ઓવરબર્ડન ન થાય એ માટે તે આરામ કરશે, કારણ કે આગામી વર્ષે ભારતને મોટા આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ્સ માટે તૈયાર રહેવું છે.
🚨 NO BUMRAH AT THE OVAL. 🚨
– Jasprit Bumrah set to miss the 5th Test Vs England. (Espncricinfo). pic.twitter.com/2fOf2OQ92A
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 29, 2025
જો બુમરાહ રમતો નહીં હોય, તો ટીમ ઈન્ડિયાની બોલિંગ આક્રમણની તાકાતમાં મોટો ઘટાડો થશે. તે ટીમ માટે માત્ર વિકેટ ટેકર જ નહીં પણ દબાણ બનાવનાર બોલર છે. આવી સ્થિતિમાં કોણ તેની જગ્યા ભરી શકે?
🚨 ARSHDEEP IN TEST CRICKET. 🚨
– Arshdeep Singh set to make his Test debut in the 5th Test Vs England. (TOI). pic.twitter.com/jswxaiaihx
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 29, 2025
સમભાવના છે કે અર્શદીપ સિંહને ડેબ્યૂ માટે મોકો મળી શકે છે. અર્શદીપે વનડે અને ટી20માં સારું પ્રદર્શન કર્યું છે અને હવે તે ટેસ્ટ માટે તૈયાર માનવામાં આવે છે. બીજી બાજુ, આકાશ દીપ પણ એક મજબૂત વિકલ્પ તરીકે નજરે પડે છે. તેણે અગાઉ મળી તકોમાં ચમક દર્શાવી છે. અંશુલ કંબોજનું છેલ્લું પ્રદર્શન ખાસ નહોતું અને તેની જગ્યાએ આકાશ દીપને પસંદ કરવામાં આવી શકે છે.
ટીમ ઈન્ડિયા માટે આ ટેસ્ટ શ્રેણી સમાન બનાવવાની છેલ્લી તક છે. જો બુમરાહ નહીં રમે, તો નવી બોલિંગ જોડી પર ભાર પડશે અને ટીમ ઈન્ડિયાને નવો નાયક ઊભો કરવો પડશે.