મિર્ઝાપુર ની બીજી સેરીઝ ના છેલ્લા એપિસોડ માં મુન્ના ભૈય્યા ની મોત ના લીધે લોકો ઘણા નિરાશ થઇ ગયા છે પરંતુ મુન્ના ભૈય્યા ફરીથી આવી રહ્યા છે એજ સ્ટાઇલ માં એજ બોલવાની ભાષા સાથે જેને જોઈ ને પબ્લિક ખુશ થઇ ગઈ છે.
પબ્લિક વચ્ચે પોતાની અલગ ઇમેજ ઉભી કરનાર દિવ્યેન્દુ શર્મા ઉર્ફે મુન્ના ભૈય્યા મિર્ઝાપુર માં બહુ જ નામ કમાયા અને લોકો તેમના ચાહક થઇ ગયા પરંતુ એમના ચાહકો ને “alt balaji”એ બહુ વધુ નારાઝ ના રહેવા દેતા. નવી સિરીઝ સાથે મુન્ના ભૈય્યા ને શ્રીવાસ્તવ નામ ના કિરદાર થી ફરીથી સિરીઝ માં લઇ આવ્યા સિરીઝ “બિચ્છુ કા ખેલ” માં મૈન લીડ તરીકે જોવા મળશે મુન્ના ભૈય્યા એજ અંદાજ સાથે।
મુન્ના ભૈય્યા ના પાપા જેલ માં હોય છે એમને છોડવા મુન્ના ભૈય્યા જાય છે પરંતુ મુન્ના ભૈય્યા એટલે કે શ્રીવાસ્તવ ના પાપા ની મૌત જેલ માં જ થઇ જાય છે અને ત્યાં થી ભાગી મુન્ના ભૈય્યા બહાર આવી ને બધા લોકો જેને એના પાપા ને માર્યા હોય એમનો બદલો લે છે.
મજા ની વાત બીજી એ છે કે એમની સાથે અભિનવ આનંદ ઉર્ફે બડે મીય્યા યૂટ્યૂબર જે યૂટ્યૂબ પર ખુબજ લોકપ્રિય છે ” ધ સ્ક્રિન પત્તી” પર ઘણા હિટ શૉ આપી ચુક્યા છે.એ પણ એમના અલગ અંદાજ થી સાથ આપી રહ્યા છે. સ્ટોરી સાંભળતા ખુબજ સામાન્ય લાગે છે પરંતુ એનું ટ્રેલર ધૂમ મચાવી રહ્યું છે.