મુંબઈ : જાન કુમાર સાનુએ તાજેતરમાં બિગ બોસ 14 માં મરાઠી ભાષા પર ટિપ્પણી કરી હતી, જેના પર તેના પિતા અને પ્રખ્યાત ગાયક કુમાર સાનુએ પુત્રની ભૂલ બદલ માફી માંગી હતી. કુમાર સાનુ એ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે માફી માંગતા જોવા મળી રહ્યા છે.
તેમણે એક વીડિયો પોસ્ટ કરતાં કહ્યું કે, “એક પિતા તરીકે, હું ફક્ત મારા દીકરા બદલ માફી માંગી શકું છું. મેં સાંભળ્યું છે કે મારા પુત્ર જાને કંઇક ખોટું કહ્યું હતું જે છેલ્લા 41 વર્ષમાં મારા મગજમાં ક્યારેય આવ્યું નથી. મહારાષ્ટ્ર, મુંબઈ અને મુમ્બા દેવીએ મને આશીર્વાદ આપ્યા અને મને નામ, ખ્યાતિ અને બધું આપ્યું.મુંબા દેવી અને મહારાષ્ટ્ર વિશે હું આ પ્રકારની બાબતો વિશે ક્યારેય વિચારી શકતો નથી. હું ભારતની બધી ભાષાઓને પ્રેમ અને આદર કરું છું. હું વિવિધ ભાષાઓમાં બોલ્યો છું. ગીતો પણ ગાયા છે. ”
अपने बेटे #JaanKumarSanu द्वारा मराठी भाषा को लेकर दिए गए विवादित बयान पर अब गायक कुमार सानू ने भी अपनी तरफ से माफी मांगी है। कुमार सानू ने बताया कि वो 27 सालों से इन लोगों के साथ नहीं रह रहे और जान कुमार सानू की माँ ने उन्हें किस तरह की शिक्षा दी इस पर भी सवाल उठाए। pic.twitter.com/C2sXKleZyn
— Shivangi Thakur (@thakur_shivangi) October 29, 2020
વીડિયોમાં કુમારે કહ્યું કે તે 27 વર્ષથી પોતાના પરિવારથી દૂર રહે છે. આ વીડિયોમાં તેણે પુત્રનો ઉછેર કરતી તેની માતા રીટા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે બાળાસાહેબ ઠાકરે સાથેના તેમના વ્યવહારનો પણ ઉલ્લેખ કર્યો. આ વીડિયોને ટીવી 9 ના પત્રકાર શિવાંગી ઠાકુરે તેના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.