મુંબઈ : અભિનેત્રી કાજલ અગ્રવાલના લગ્નને લઈને ચાહકો ખૂબ ઉત્સાહિત હતા. લગ્ન બાદ તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હવે લગ્ન બાદ કાજલે પતિ ગૌતમ કીચલુના હાથને કિસ કરતી તેની પહેલી તસવીર શેર કરી છે. આ સાથે તેણે ગૌતમ માટે એક ખાસ નોંધ પણ લખી છે.
દુલ્હનના ડ્રેસમાં તૈયાર કાજલે પોતાનો આ ફોટો શેર કર્યો છે, જે ફોટો મંડપનો છે. ગૌતમ પણ હસતાં જોઇ શકાય છે. કાજલે આ સુંદર ફોટો સાથે એક સુંદર સંદેશ પણ શેર કર્યો છે.
તે લખે છે- ‘અને બસ, મિસથી મિસેજ (શ્રીમતી)! મેં મારા વિશ્વાસુ, જીવનસાથી, શ્રેષ્ઠ મિત્ર અને આત્મસાત સાથે લગ્ન કર્યા. હું આ બધું અને તારામાં મારુ ઘર મેળવીને હું ખૂબ જ ખુશ છું ‘.