સુરત : કર્ણાટકમાં મહિલા પત્રકાર ગૌરી લંકેશની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે.જેને લઈ સમગ્ર પત્રકાર જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.તો બીજી તરફ સુરતના એક કાપડ વેપારીએ મહિલા પત્રકારની મોત પર અભદ્ર ટિપ્પણી કરતા મામલો ગરમાયો છે.
વીઓ : સુરતમાં કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા નિખિલ દાધિચી નામના વેપારીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર મહિલા પત્રકારની મોત અંગે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે.”એક કુંતીયા કુત્તે કી મોત કયા મર ગઈ,સારે પીલ્લે એક સુરમે બોલ રહે ,જેવા શબ્દનો પ્રયોગ આ વેપારીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યા છે.સાથે જ દેશના વડાપ્રધાન નરેદ્ર મોદી પણ ટ્વિટર પર લખાયેલી આ ટિપ્પણીને ફોલો કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.એક મહિલા પત્રકારના મોત પર આ પ્રકારની ટ્વીટ કરતા વેપારી સામે ભારે ફિટકાર વર્ષી રહી છે.સુરતમાં ગારમેન્ટ ના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીની આ ટ્વીટ બદલ દેશભરમાં ચર્ચાઓનો દૌર શરૂ થયો છે.પોતાની નિષ્ઠાપૂર્વક અને દિવસ – રાત એક કરી સમાજના લોકોને સત્યથી ઉજાગર કરતા પત્રકાર સામે આ પ્રકારની ટિપ્પણી થતા પત્રકાર જગતમાં ભભૂક્તો રોષ વ્યાપી ગયો છે.તો બીજી તરફ દેશના વડાપ્રધાન દ્વારા આ ટ્વિટને ફોલો કરવાના ચાલી રહેલા દાવા વચ્ચે રાજકારણ પણ ગરમાય તેવી શકયતા હાલ સેવાઇ રહી છે.
પત્રકાર વિરુદ્ધ ટ્વિટર એકાઉન્ટ પર અભદ્ર ટિપ્પણી કરતા વેપારીએ પોતાનો બચાવ કરતા જણાવ્યું છે કે પોતે કાંઈ પણ ખોટું નથી લખ્યું.આ એક મોટો ઇશ્યુ બનાવવામાં આવી રહ્યો છે.પોતે કાંઈ ખોટું નથી લખ્યું ,જેથી માફી માંગવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી તેવું વેપારીનું માનવું છે.