દેશ માં મહિલા શાશક્તિકરણ ની મોટી મોટી વાતો થાય છે.તેમ છતાં આજે દરેક ઉમર ની મહિલાઓ સલામત નથી.ત્યારે બાળકો સાથે સાથે વધી રહેલ યૌન શોષણ ના કિસ્સાઓ સમાજ માં લાલબત્તી સમાન સાબિત થઇ રહયા છે.ત્યારે ફરી એક વાર દમણ માં એક બાળકી સાથે બળાત્કાર ની ઘટના બની છે.જોકે આ કિસ્સા માં બળાત્કારી એ બાળકી સાથે દુસ્કર્મ આચાર્યા બાદ મર્ડર પણ કર્યું છે.જોકે દમણ પોલીસે ગણતરી ના સમય માં રેપ વિથ મર્ડર ની આ ગુંથી ઉકેલી નાખી છે.ત્યારે કોણ છે આ હેવાન જોઈએ આ અહેવાલ .
દમણ પોલ્સ જાપ્તા માં નીચી નજર કરી ઉભેલા આ યુવાન સમાજ નો દુશમન છે .જી હા આ યુવાને જે ગુન્હો આચાર્યો છે તેની કલ્પના કરતા કોઈ ના પણ રુવાડા ઉભા થઇ જાય।.ધનંજય ચતુર્વેદી નામના આ યુવાને પોતાના વિસ્તાર માં રહેતી 6 વર્ષીય બાળકી સાથે બળાત્કાર જેવા ઘાટિયા ગુન્હો આચાર્યો છે .તેટલે થી ન અટકતા આ નરાધમે આ બાળકી ની હત્યા પણ કરી નાખી છે.દમણ ના દલવાડા વિસ્તાર માં પીડિત પરિવાર એક ચાલ માં રહેતો હતો.મૂળ ઉત્તર પ્રદેશ નો આ પરિવાર આ ચાલ માં રહી કંપની માં મજૂરી કરી જીવન ગાળી રહ્યો હતો। …ગત 29 ઓગસ્ટ ના રોજ તેમની 6 વર્ષીય દીકરી ગણપતિ જોવા થોડે દૂર ગઈ હતી ત્યારે અચાનક ગુજમ થઇ ગઈ હતી। ..પરિવારે અનેક કલાકો પોતાની લાડકવાઈ ને શોધવા ના પ્રયાશ કર્યા હતા.જોકે હરિ થાકી ને અંતે પરિવારે દમણ પોલીસ નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી। …દમણ પોલીસે 4 થી વધારે ટિમ બનાવી ચાલ ની આસપાસ શોધખોળ શરુ કરી હતી ત્યારે આ બાળકી નો મૃતદેહ તેના ઘર થી થોડેક દૂર મળી આવ્યો હતો। …દમણ પોલીસે 400 થી પણ વધારે લોકો ના નિવેદન લઇ આ રેપ વિથ મર્ડર ના આરોપી ને શોધી કાઢ્યો હતો.ધનંજય ચૌતુર્વેદી નામના 19 વર્ષીય યુવાને આ જઘન્ય અપરાધ ને અંજામ આપ્યો હતો ..
ઝડપાયેલ ધનંજય ની ઉલટ તાપસ માં બહાર આવ્યું છે આરોપી અને પીડિત પરિવાર એક જ ગામ ના છે.ઉત્તરપ્રદેશ ના ગોરખપુર થી દમણ આવેલ ધનંજય પીડિત પરિવાર સાથે દોસ્તી ધરાવતો હતો.અનેક વાર આરોપી પીડિતા ના ઘરે પણ આવતો હતો। ..ઘટના ના દિવસે પીડિતા ગણપતિ ના દર્શન કર્યા બાદ પોતાના ઘરે જય રહી હતી ત્યારે જ આરોપી એ તેને વેફર ખવડાવના બહાને પીડિતા ને તેના રૂમ માં લઇ ગયો હતો.તેજ દિવસે આરોપી એ પીડિતા સાથે દુસ્કર્મ કરી તેની હત્યા કરી નાખી હતી। …જોકે પોલીસ ને તેની લાશ ત્રણ દિવસ બાદ મળી આવી હતી .
દમણ પોલીસે આરોપી ધનંજય પર પોસ્કો ,રેપ અને મર્ડર ની કલમ લગાવી છે.આરોપી ના ઘરે થી બાળકી ના લોહી લુહાણ હાલત ના કપડાં તેમજ અન્ય મેડીકલી એવિડન્સ પણ મળી આવ્યા છે.ત્યારે હજી કોર્ટ માં આરોપી ના રિમાંડ મેળવી વધારે તાપસ શરુ કરી છે। ..આ કિસ્સા માં ફરી એક વાર ફલિત થાય છે કે પોતાના બાળકો ને કહેવાતા અંકલ સાથે મોકલતા વળી એ સો વાર વિચારવું જોઈએ .નાના બાળકો ના દુસ્કર્મ ની ઘટના માં કોઈ નજીક નો જ પરિચિત બાળકો નું શોષણ કરતા હોય છે .ત્યારે આ યુવાન ને કડક માં કડક સજા થાય તેવી માંગ ઉઠી છે.