ગુજરાત માં વિધાનસભા ની પેટા ચુંટણીઓ નો શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે અને કોરોના ની ગાઈડલાઈન મુજબ મતદાન થઈ રહ્યું છે કેટલીક જગ્યા એ મશીનો ખોટવાતા મતદાન માં વિલંબ થયો હતો પણ સવારે 7 થી 9 વાગ્યા સુધી માં સરેરાશ 7 થઈ 8 ટકા મતદાન થયું હતું. મોરબીમાં 9 વાગ્યા સુધી 9.57 ટકા મતદાન નોંધાયું હતુ તો
લીંબડીમાં 9 વાગ્યા સુધી 9.79 ટકા મતદાન ના આંકડા બહાર આવ્યા છે.
કરજણમાં 9 વાગ્યા સુધી 5.27 ટકા મતદાન થયું છે. જ્યારે વલસાડ ના કપરાડામાં 9 વાદ્યા સુધી 6.37 ટકા મતદાન થયું છે ગઠડામાં 9 વાગ્યા સુધી 8.93 ટકા મતદાન તથાડાંગમાં 9 વાગ્યા સુધી 7.28 ટકા મતદાન, અબડાસામાં 9 વાગ્યા સુધી 11 ટકા મતદાન થયું છે.ગુજરાતમાં 9 વાગ્યા સુધી સરેરાશ 7.48 ટકા મતદાન
સવારે 7થી 8 કલાકના પ્રથમ એક કલાકમાં 4-5 ટકા મતદાન થયું.
આઠેય બેઠકો પર બે કલાકમાં 7થી 8 ટકા મતદાન થવા સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યા ના અહેવાલો છે