મુંબઈ : બિગ બોસ 14 ના 2 નવેમ્બરના એપિસોડમાં બે સ્પર્ધકો કવિતા કૌશિક અને નિશાંત મલકાની ઘરની બહાર નીકળ્યા હતા. કવિતા કૌશિક પ્રેક્ષકોના મતોના આધારે ઘરની બહાર નીકળી હતી, જ્યારે ગ્રીન ઝોનમાં રહેતા સ્પર્ધકોને મત આપવાના કારણે નિશાંત મલકાની બેઘર બન્યા હતા. તેને આઠમાંથી સાત મતો મળ્યા. ફક્ત નૈના સિંહે તેમને ઘરમાં રહેવા માટે મત આપ્યો. આઉટગોઇંગ એક્ટર નિશાંત મલકાનીએ એક વીડિયો સોશિયલ મીડિયા પર જાહેર કર્યો છે. આ વીડિયોમાં તેણે બિગ બોસના ઘર સાથે જોડાયેલી વાતનો ખુલાસો કર્યો છે.
નિશાંતે આ વીડિયોમાં કહ્યું, “ગાય્સ, આ અઠવાડિયે બિગ બોસના ઘરે મારી સાથે શું થયું, મને જે કહેવામાં આવ્યું, તેના માટે મારો એક જ જવાબ છે. રોશની દરેકને દેખાય છે, પરંતુ કોઈ અંધકાર જોઈ શકતું નથી.” આ વીડિયોને શેર કરતાં નિશાંતે લખ્યું, “તમને શું લાગે છે બિગ બોસના ઘરમાં થયું, તે બરાબર છે” નિશાંતે વિડીયો તેના ઓફિશિયલ ઈન્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.