મુંબઈ : બોલિવૂડ કિંગ ખાન શાહરૂખ ખાનની પુત્રી સુહાના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે ઘણીવાર તેના ફોટો અથવા વીડિયોને લઈને હેડલાઇન્સમાં આવે છે, પરંતુ આ વખતે તે તેની એક તસવીરને લઈને ઘણી ચર્ચામાં છે. સુહાના ખાન આ વખતે તેના ભાઈ આર્યન સાથે હેડલાઇન્સ બનાવી રહી છે. હા, તે એક ફોટો પોસ્ટ કરવા માંગતી હતી જે માટે તેના ભાઈ આર્યને ના પાડી દીધી.
તમને જણાવી દઈએ કે, અમે આ વાત નથી કહી રહ્યા, સુહાના ખાનની પોસ્ટ જણાવી રહી છે. હા હા તાજેતરમાં સુહાનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી છે. સુહાનાએ પાપાના જન્મદિવસની ઉજવણીના બે ફોટા ઇન્સ્ટા સ્ટોરી પર મૂક્યા છે. જેના પરથી તે પોતાના ભાઈ આર્યન ખાન સાથેના ફોટામાં જોવા મળી રહી છે, જેમાં નાના ભાઈ અબરામ અને પાપા શાહરૂખ પણ છે.
આ સાથે જ સ્ટોરીમાં ફોટો પોસ્ટ કર્યા પછી તેણે એક કેપ્શન લખ્યું છે જે સમાચારોમાં છે. સુહાનાએ આ ફોટા સાથે લખ્યું, ‘આર્યન મને આ ફોટો પોસ્ટ કરવા દેતો ન હતો, પરંતુ હું તેને પોસ્ટ કરવા માંગતી હતી, તો મેં તે કરી દીધો.’ તમને જણાવી દઈએ કે, સુહાનાએ તેના પિતા શાહરૂખ ખાનના 55 માં જન્મદિવસનો ફોટો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.