મુંબઈ : એક્ટ્રેસ પૂનમ પાંડેની ગોવા પોલીસે અટકાયત કરી છે. ગોવાના કેનકોના ગામના ચાપોલી ડેમ પર શૂટિંગ દરમિયાન પાંડે સામે અશ્લીલતાનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ ફરિયાદ ડેમનું સંચાલન કરતા રાજ્ય જળ સંસાધન વિભાગ દ્વારા કરવામાં આવી હતી.
નાયબ પોલીસ અધિક્ષક નેલ્સન આલ્બુક્યુર્કે જણાવ્યું હતું કે પાંડેને પૂછપરછ માટે બોલાવવામાં આવશે. અધિકારીએ કહ્યું કે, ઇન્ટરનેટ પર વાયરલ થયેલા વીડિયો જોયા બાદ પાંડે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પાંડે વિરુદ્ધ અભદ્ર હરકતો, સરકારી સંપત્તિ પર પરવાનગી વગર શૂટ કરવા અને અભદ્ર વીડિયો શૂટ કરવા અને વિતરણ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. ”
Actress Poonam Pandey detained by Goa Police for allegedly trespassing into a government property, shooting an obscene video in coastal state: official
— Press Trust of India (@PTI_News) November 5, 2020
કોંગ્રેસ અને ગોવા ફોરવર્ડ પાર્ટી (જીએફપી) જેવી પાર્ટીઓએ આવા વીડિયો શૂટ કરવા માટે સરકારી સંપત્તિના દુરૂપયોગ અંગે સવાલ ઉઠાવ્યા હતા.