કિશોરીઓ અને યુવતીઓ ને મોબાઈલ આપી દેતા પેરેન્ટ્સ માટે આંખ ઉઘડતા કિસ્સા માં અમદાવાદ માં વધુ એક રાજકોટ ની 21 વર્ષીય યુવતી ને બેભાન કરી પાંચ હવસખોર ઈસમો એ ગેંગરેપ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
આજકાલ ના માબાપ મોટાઈ મારવા દેખાદેખી માં પોતાના સંતાનો ને મોબાઈલ પકડાવી દે છે અને તે સંતાન શૉશિયલ સાઇટ ઉપર જઇ ને અજાણ્યા ઈસમો સાથે ચેટિંગ માં પડી પોતાની જિંદગી બરબાદ કરતા હોવાના બનાવો વધ્યા છે આવુજ કઈક આ રાજકોટ ની યુવતી સાથે થયું છે. આ યુવતી ઉપર અજાણ્યા ઈસમો એ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને હવસખોરો એ તેને જાળમાં ફસાવી હતી. અને બાદમાં નોકરીની લાલચ આપીને અમદાવાદ બોલાવી હતી. ઓનલાઈન રિક્વેસ્ટ અને નોકરીનાં ભરોસે 21 વર્ષીય યુવતી અમદાવાદ તો આવી ગઈ પણ તેણે સપના માં નહોતું વિચાર્યું કે તેની જિંદગી નર્ક બની જશે. અમદાવાદમાં પાંચ યુવાનોએ દારૂ અને MD ડ્રગ્સનો નશો કરીને યુવતીને કેફી પીણું પીવડાવ્યું હતું. અને બાદમાં તેની પર ભૂખ્યા વરૂ ની જેમ વારા ફરતી તૂટી પડ્યા હતા અને પાશવી ગેંગરેપ કર્યો હતો. અમદાવાદમાં પ્રથમ હોટેલમાં રોકાયા બાદ દરરોજ અલગ-અલગ જગ્યાઓએ યુવતી પર ગેંગરેપ કરવામાં આવતો હતો. એટલે સુધી કે ગાડીમાં પણ યુવતી પર હવસખોરોએ દુષ્કર્મ આચર્યું હતું.
હાલ ગેંગરેપ પીડિતા 21 વર્ષીય યુવતીની હાલત ખુબ જ નાજુક છે. અને આ મામલે અમદાવાદ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં પ્રજ્ઞેશ પટેલ, જીતેન્દ્રપુરી ગોસ્વામી, માલદેવ ભરવાડ, જયમીન પટેલ અને નીલમ પટેલને આરોપીઓ તરીકે દર્શાવાયા છે. આ તમામ આરોપીઓએ યુવતીને ધમકી પણ આપી હતી કે, ફરિયાદ કરશે તો જાનથી મારી દઈશું. પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટના ને લઈ ભારે ભળભળાટ મચી ગયો છે અને રાજ્ય માં હવસખોરો ને જાણે કાયદા નો કોઈ જ ડર નહિ હોવાનું ઉપરા ઉપરી બની રહેલી બળાત્કાર ની ઘટનાઓ થી સાબિત થઈ રહ્યું છે.