રશિયા પર છેલ્લા 20 વર્ષથી સતત રાજ કરી રહેલા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 2021ની શરૂઆતના સમયગાળામાં પદ પર રાજીનામું આપી શકે છે. સૂત્રોઓ દાવો કર્યો છે કે પુતિનના રાજીનામાની અપીલ તેમની ગર્લફ્રેન્ડ જિમનાસ્ટ અલીના કબાઈવા અને તેની બે દિકરીઓએ કર્યો છે. ઉલ્લેખનીય છે કે એવો દાવો પણ કરવામાં આવ્યો છે ક પુતિન પાર્કિંસસની બિમારીથી પિડાઈ રહ્યા છે. હાલમાં આવેલા ફોટોગ્રાફસથી પુતિનની બિમારીની અટકળો વધુ ઝડપી બની છે.
ફોટોગ્રાફસથી પુતિનની બિમારીની અટકળો વધુ ઝડપી
મોસ્કોની રાજનીતિ વિજ્ઞાની વલેરી સોલોવેઇએ બ્રિટિશ અખબાર સાથે વાત કરતા જણાવ્યું કે રશિયન રાષ્ટ્રપતિની ગર્લફ્રેન્ડ અને તેમની 2 દીકરીઓ પુતિનને રાજીનામુ આપવા માટે દબાણ કરી રહી છે. તેમણે જણાવ્યું છે કે ‘પુટિનનો એક પરિવાર છે અને તેનો રશિયન રાષ્ટ્રપતિ પર ઊંડો પ્રભાવ છે. પુતિન જાન્યુઆરીમાં સત્તા અન્ય કોઈને સોંપી શકે છે. તેમણે જણાવ્યું કે સંભવતઃ રાષ્ટ્રપતિ પાર્કિસન્સ સામે લડી રહ્યા છે અને તાજેતરની તેમની તસ્વીરોમાં આ બીમારીના લક્ષણો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.
અપરાધિક કાર્યવાહીથી પુતિનને આજીવન મુક્તિ
એક નિરીક્ષક દ્વારા જાહેર કરેલા ફૂટેજમાં તાજેતરમાં જ પુતિનનો પગ સતત ધ્રુજતો જોવા મળ્યો હતો. જ્યારે તેમણે કપ પકડ્યો ત્યારે તેમની આંગળીઓ પણ કંપતી જોવામાં આવી હતી.ધ્રુજારીની બીમારી એક માનસિક રોગ છે. જેમાં માણસના શરીરમાં કંપન, કઠોરતા અને ચાલવામાં મુશ્કેલી થાય છે.
પુતિન તાજેતરમાં જ સતત પોતાના પગ અહીંતહીં કરતા જોવા મળ્યા હતા અને નિષ્ણાતોના મત મુજબ રશિયન રાષ્ટ્રપતિ દર્દથી પીડિત હતા. આ દરમ્યાન પુતિનના હાથમાં કંઈક હતું નિષ્ણાતોના મટે આ દાવો હતી. પુતિનના રાજીનામાની અટકળો એવા સમયે તેજ થઇ ગઈ છે જયારે રશિયન સંસદમાં એક વિધેયક પર વિચાર કરવામાં આવી રહ્યો છે જે હેઠળ પુતિનને અપરાધિક કાર્યવાહીઓ સામે આજીવન મુક્તિ મળી જશે.
ઉલ્લેખનીય છે કે આ નવા બિલને ખુબ પુતિને રજુ કર્યું હતું, નોંધનીય છે કે આ ખરડા અનુસાર પુતિન જ્યાં સુધી જીવિત રહેશે ત્યાં સુધી કાયદાકીય કાર્યવાહીથી બચીને રહેશે અને રાજ્યની તરફથી તેમને તમામ સુવિધાઓ પ્રાપ્ત થતી રહેશે. નોંધનીય છે કે આ પ્રથમ વખતનથી જ્યારે લોકોએ એવી અટકળો લગાવી છે. કે પુતિન પાર્કિસનની બિમારીથી પિડાઈ રહ્યા છે. સોલોવેઈએ જણાવ્યું કે જલ્દીજ એક નવા પીએમની જાહેરાત થશે અને આ પીએમને પુતિનના સંરક્ષણમાં ટ્રેનિંગ આપવામાં આવશે.