મુંબઈ : સુપરસ્ટાર શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન પણ વાસ્તવિક જીવનમાં ઘણી સ્ટાઇલિશ છે. ગૌરી ખાન એક નિર્માતા ની સાથે સાથે એક પ્રખ્યાત ઈન્ટિરિયર ડિઝાઇનર છે. તાજેતરમાં જ ગૌરીએ તેનો 50 મો જન્મદિવસ ઉજવ્યો હતો. આવી સ્થિતિમાં તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હવે ગૌરીએ તેનો થ્રોબેક ફોટો પણ શેર કર્યો છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેનો આ ફોટો વર્ષ 2007 નો છે. ફોટામાં ગૌરી ખાન ટોપ અને સ્કર્ટમાં નજર આવી રહી છે. આજનાં ફોટા મુજબ, જોઇ શકાય છે કે ત્યારથી ગૌરી ખાનનો લૂક કેટલો બદલાયો છે.
ગૌરી ખાને આ ફોટો તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કર્યો છે. ફોટોના કેપ્શનમાં તેણે લખ્યું: “મને આ દેખાવ યાદ આવે છે.” ફોટામાં ગૌરી ખાન વ્હાઇટ ટોપ અને બ્લુ સ્કર્ટમાં જોવા મળી રહી છે. ગૌરી ખાનના આ ફોટા પર ચાહકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ પહેલી વાર નથી જ્યારે ગૌરી ખાનનો ફોટો અને વીડિયો વાયરલ થયો હોય. આ પહેલા પણ તેમની પોસ્ટ્સ હેડલાઇન્સમાં રહી છે. તાજેતરમાં જ ગૌરી ખાનનો પેઇન્ટિંગ બનાવતી વખતનો વીડિયો વાયરલ થયો હતો.
જણાવી દઈએ કે ગૌરી ખાન એક ઇન્ટિરિયર ડિઝાઇનર છે, પરંતુ આ સિવાય તેણે બોલિવૂડની ઘણી ફિલ્મ્સ પણ બનાવી છે, જેમાં ‘ઓમ શાંતિ ઓમ’, ‘દિલવાલે’, ‘માય નેમ ઇઝ ખાન’, ‘હેપી ન્યૂ યર’, ‘રઈસ’ , ‘ચેન્નાઇ એક્સપ્રેસ’, ‘મેં હૂં ના’, ‘ઓલવેઝ કભી કભી’ અને ‘ડોન 2’ શામેલ છે.