અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને જો બાઈડેને હરાવ્યાં છે. જો કે, ટ્રમ્પ હજુ પણ પોતાની હારનો સ્વિકાર કરી રહ્યાં નથી. તેણે બાઈડેનની જીતના દાવાને પાંચ કલાક બાદ ટ્વિટ કરીને ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે કહ્યું છે કે, આ ચૂંટણી હું જ જીતીશ અને મને 7 કરોડ 10 લાખ વોટ મળ્યાં છે. આ વચ્ચે ટ્રમ્પની પચ્ની મેલાનિયાના એકપૂર્વ સહયોગીએ દાવો કર્યો છે કે, આ ચૂંટણી હાર્યા બાદ ટ્રમ્પનો સાથ છોડી શકે છે.
એક રિપોર્ટ પ્રમાણે મેલાનિયા ટ્રમ્પની પૂર્વ સહયોગી સ્ટેફની વોલ્કોકે દાવો કર્યો છે કે મેલાનિયા લગ્ન બાદથી સમજૂતિને લઈને ટ્રમ્પ સાથે વાતચીત કરી રહી છે. જેમાં પુત્ર બૈરનની સાથે સાથે ટ્રમ્પની સંપત્તિ વિશે બરાબરની ભાગીદારીની માગ કરી છે. વોલ્કોફે તે પણ આરોપ લગાવ્યો છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ નિવાસ વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પ અને મેલાનિયાના અલગ અલગ બેડરૂમ છે. તેણે ટ્રમ્પ અને મેલાનિયાના લગ્નને ટ્રંજેક્શનલ કરાર કર્યો.
તો ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ રાજનીતિક સહયોગી ઓમારોસા મૈનિગોલ્ટ ન્યુમૈને દાવો કર્યો છે કે, ટ્રમ્પ અને મેલાનિયાના 15 વર્ષ જુના લગ્ન હવે પૂર્ણ થઈ ગયાં છે. તેણે કહ્યું છેકકે મેલાનિયા દરેક મિનિટની ગણતરી કરી રહી છે. ઓમારોસાએ તે દાવો કર્યો છે કે ટ્રમ્પના વ્હાઈટ હાઉસની બહાર આવતાની સાથે મેલાનિયા તેને તલાક આપી દેશે. તેણે કહ્યું કે, મેલાનિયા ટ્રમ્પની સાથે બદલો લેવા માટે હવે કોઈ નવો રસ્તો શોધી રહી છે.
મેલાનિયા ટ્રમ્પે એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે તેના ડોનાલ્ડ ટ્રમ્પની સાથે મહાન સંબંધ છે. તેણે ટ્રમ્પની વાહવાહી કરતા કહ્યું હતું કે તે કોઈ પણ વાત પર મારી સાથે ચર્ચામાં ઉતરતા નથી. ટ્રમ્પે હવે પોતાની બીજી પત્ની માર્લા મેપલ્સની સાથે લગ્ન તોડ્યાં છે. ત્યારે થયેલા એક કરાર અનુસાર માર્લાને કોઈ પણ મીડિયાને ઈન્ટરવ્યુ દેવા કે કોઈ પણ પુસ્તક પબ્લીશ નહીં કરવા માટે જણાવ્યું છે.
ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પની લવ સ્ટોરી વર્ષ 1998માં શરૂ થઈ છે. તે સમયે ડોનાલ્ડ ટ્રમ્પ 52 વર્ષના હતા અને મેલાનિયા 28 વર્ષની છે. આ દિવસોમાં ન્યુયોર્કમાં ફેશન વીક ચાલી રહ્યો હતો જે બાદ ટાઈમ્સ સ્ક્વેયરના કિટકૈટ કલ્બમાં એક પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં ટ્રમ્પ અને મેલાનિયા બંને શામેલ થયા હતા. બંનેની નજરો ચાર થઈ અને બંને વચ્ચે વાતચીતનો સિલસિલો શરૂ થયો હતો. પછી શું વર્ષ 2004માં ટ્રમ્પે મેલાનિયાને 1.5 મિલિયન ડોલરની ડાયમંડ રિંગ પહેરીને તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું. જે બાદ 22 જાન્યુઆરી 2005ના રોજ બંનેએ લગ્ન કરી લીધા છે.