મોદી સરકારને શક છે કે કાળું નાણું છૂપાવવા લોકો મોટા પ્રમાણમાં શેર, ડિબેન્ચર, બ્રન્ડ અને બાયબેકના માધ્યમો વાપરી રહ્યાં છે
કાળું નાણું છૂપાવવા શેર માર્કેટનો સહારો લીધો હશે તો ત્યાં પણ સરકાર હવે લગામ ખેંચી રહી છે. આ માટે આઈટી વિભાગ હાઇવેલ્યૂ ટ્રાન્ઝેક્શનની છણાવટ કરી રહ્યો છે. એવા લોકોના નામ અલગ તારવાયાં છે જેઓ સ્ટોક માર્કેટમાં ૧૦ લાખ રુપિયાથી ઉપરની લેણદેણ છેલ્લાં એક વર્ષથી કરી રહ્યાં છે.કંપનીઓ પાસેથી માગવામાં આવેલી ડીટેઇલ્સના આધાર પર આ લિસ્ટ બન્યું છે.
મોદી સરકારને શક છે કે કાળું નાણું છૂપાવવા લોકો મોટાપ્રમાણમાં શેર, ડિબેન્ચર, બ્રાન્ડ અને બાયબેકના માધ્યમો વાપરી રહ્યાં છે. આ રીતે પૈસો છૂપાવનારાઓ સામે કાર્યવાહી માટે કોર્પોરેટ મંત્રાલયે બધી કંપનીઓને નવેમ્બર ૧૬માં એડવાઇઝરી પણ પાઠવી હતી.
એડવાઇઝરી પ્રમાણે કંપનીઓએ ૧૦ લાખ ઉપરની લેણદેણ માટેનો રિપોર્ટ ૩૧ મે સુધીમાં ઇક્નમ ટેક્સ વિભાગને ઓનલાઇન અપડેટ કરીને આપવાનો હતો. આ સંદર્ભે અપાયેલી ડીટેઇલ્સ ચકાસાઇ છે અને હવે આઈટી વિભાગ તેની સ્ક્રૂટિની કરી રહ્યો છે.આ તપાસમાં શેરબજારમાં એક વર્ષમાં ૧૦ લાખ રોકાણ કરનાર વ્યક્તિએ ઇન્કમ ટેક્સ રીટર્ન ફાઇલ નથી કર્યું કે તેના પર ટેક્સ નથી આપ્યો તો આઈટી નોટિસ ફટકારી પૂછપરછ કરશે. આ રકમને જો ઘોષિત નથી કરી તો ટેક્સની સાથે ૧૦૦થી ૨૦૦ ટકા દંડ અને ટેક્સ પર મહિનાદીઠના હિસાબથી એક ટકો વ્યાજ પણ આપવું પડશે.આવું રોકાણ કરનાર કોઇ સરકારી કર્મચારી, રાજકારણી કે નોકરી કરનાર હોય અને આવકના સોર્સની જાણકારી નહીં આપી શકે તો બીજી એજન્સીઓ પણ તેની પૂછપરછ કરશે કે આ રકમ ભ્રષ્ટાચાર દ્વારા તો કમાઇ નથી ને..કંપનીઓ દ્વારા શેલ કંપનીઓ થકી કરચોરી જાણવામાં આવતાં સરકાર પહેલાં જ બે લાખ કંપની રજિસ્ટ્રેશન રદ કરી ખાતાં સીઝ કરવાની કડક કાર્યવાહી કરી ચૂકી છે.