મુંબઈ : દીપિકા પાદુકોણે તાજેતરમાં જ તેની પહેલી ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ ના 13 વર્ષ પૂરા થયાની ઉજવણી કરી છે અને તેના ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર નામ બદલીને ‘શાંતિપ્રિયા’ રાખ્યું છે જે આ ફિલ્મમાં તેના પાત્રનું નામ હતું. એટલું જ નહીં, દીપિકાએ પોતાનો ડિસ્પ્લે ફોટો બદલ્યો છે અને પોતાનો અને શાહરૂખ ખાનનો ફોટો મૂક્યો છે. ફિલ્મ ઓમ શાંતિ ઓમને માત્ર ચાહકોએ જ પસંદ કરી એટલું જ નહીં, પરંતુ તે બોક્સ ઓફિસ પર પણ સફળ સાબિત થઈ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર દિપીકા પાદુકોણ પહેલા પ્રિયંકા ચોપડા અને સુષ્મિતા સેન આ ફિલ્મમાં શાંતિપ્રિયા માટે પહેલી પસંદ હતી, પરંતુ બાદમાં મલાઇકા અરોરાએ ફિલ્મના ડિરેક્ટર ફરાહ ખાનને દીપિકાનું નામ સૂચવ્યું હતું. રસપ્રદ વાત એ છે કે મલાઇકાએ પ્રખ્યાત ફેશન ડિઝાઇનર વેન્ડલ રોડિકના કહેવાથી દીપિકાનું નામ આગળ ધર્યું હતું. દીપિકા વેંડલ સાથે કામ કરતી હતી જ્યારે તેણે દીપિકાની સુંદરતા અને પ્રતિભાને ઓળખી અને ફિલ્મોમાં પ્રયાસ કરવાનું કહ્યું.
તેની શરૂઆતથી જ દીપિકાએ પીકુ, મસ્તાની, રાણી પદ્માવતી, મીનામ્મા જેવા બહુમુખી અને શક્તિશાળી પાત્રો ભજવીને લોકોનું મનોરંજન કર્યું છે. તેમાં કોઈ શંકા નથી કે દીપિકાએ દર્શકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે.