મુંબઇ: ડ્રગ્સના કેસમાં એનસીબીએ અભિનેતા અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડીમેટ્રિએડ્સને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. એક અધિકારીએ આ અંગે માહિતી આપી. તેમણે કહ્યું, “અર્જુન રામપાલને 11 નવેમ્બરના રોજ હાજર રહેવા કહેવામાં આવ્યું છે, દરોડા દરમિયાન તેના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જપ્ત કરવામાં આવ્યાં છે.” ગેબ્રિએલા ડિમેટ્રિએડ્સને પણ બુધવારે (11 નવેમ્બર) એનસીબી સમક્ષ હાજર થવું પડશે.
એનસીબીએ બે મોબાઇલ, ત્રણ ટેબ્લેટ્સ/ લેપટોપ, પેનડ્રાઈવ અને કેટલીક પ્રતિબંધિત દવાની ગોળીઓ મળી આવી છે. જણાવી દઈએ કે આજે એનસીબીની ટીમે રામપાલના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા અને તેના ડ્રાઇવરને કસ્ટડીમાં લીધો હતો. એનસીબી બોલિવૂડમાં ડ્રગ્સના કેસોની તપાસ કરી રહી છે.
સુશાંતસિંહ રાજપૂતનાં મોતની તપાસ દરમિયાન ડ્રગ્સનો એંગલ સામે આવ્યા બાદ એનસીબીએ મોટા પાયે તપાસ શરૂ કરી હતી. આ સંબંધમાં, રિયા ચક્રવર્તી અને તેના ભાઈ સહિત ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત, એનસીબીએ દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને રકુલપ્રીત સિંહની પણ પૂછપરછ કરી હતી.