મુંબઈ : ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લા આ દિવસોમાં પંજાબમાં રજા માણી રહ્યો છે. આ સમય દરમિયાન અભિનેતાએ સરસવના ખેતરમાં શાહરૂખ ખાનના સિગ્નેચર પોઝની નકલ કરવાનો પ્રયાસ કર્યો. સિદ્ધાર્થ શુક્લાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પંજાબમાં તેમની સફરના ફોટા અને વીડિયો શેર કર્યા છે અને એક ફોટામાં સિદ્ધાર્થ સરસવના ખેતરમાં શાહરૂખ ખાન જેવો પોઝ આપતો દેખાય છે. ફોટો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, ‘ટ્રેનિંગ ફિલ્ડ ટૂ રીલ’
આ દિવસોમાં સિદ્ધાર્થ શુક્લા પોતાના નવા પ્રોજેક્ટના શૂટિંગ માટે પંજાબમાં છે અને ત્યાંથી તે સતત પોતાના ચાહકો માટે ફોટા અને વીડિયો શેર કરી રહ્યો છે. તાજેતરમાં જ સિદ્ધાર્થનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પંજાબની સડકો પર બળદ ગાડું ચલાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં, સિદ્ધાર્થ ખૂબ જ આરામથી ઉભો રહીને બળદનું ગાડું ચલાવે છે.