નવી દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનમાં અંતિમ મેચ મંગળવારે દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચની સાથે સાથે આ મોસમમાં ઓરેન્જ કેપ હોલ્ડર અને પર્પલ કેપ હોલ્ડરનો નિર્ણય પણ લેવામાં આવશે. કે.એન. રાહુલ અંતિમ મેચ સુધી ઓરેન્જ કેપ રેસમાં આગળ છે, જ્યારે રબાડાએ પર્પલ કેપ જાળવી રાખી છે.
રબાડાએ મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને હરાવીને પર્પલ કેપ હાંસલ કરી છે. દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર રબાડાએ રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે આઈપીએલ -13 ક્વોલિફાયર -2 માં 29 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી અને હવે તેની 16 મેચમાંથી 29 વિકેટ છે.
બુમરાહ 14 મેચમાં 27 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ ઝડપનારા બોલરોની યાદીમાં બીજા ક્રમે છે. મુંબઇ ઇન્ડિયન્સના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બાઉલ્ટ 14 મેચમાં 22 વિકેટ પર ત્રીજા ક્રમે છે.