નવી દિલ્હી : Apple (એપલ)એ આ વખતે આઇફોન 12 લોંચ સાથે બોક્સમાં ચાર્જર ન આપવાની જાહેરાત કરી છે. પરંતુ કંપનીએ લોન્ચિંગ ઇવેન્ટ દરમિયાન મેગસેફ (MagSafe)ની પણ જાહેરાત કરી હતી.
નિષ્ણાતોનું એમ પણ માનવું છે કે કંપની હવે પછીના આઇફોનમાંથી ચાર્જિંગ પોર્ટ પણ દૂર કરશે અને ફક્ત MagSafeને જ વળગી રહેશે. એટલે કે, આવતા વર્ષે ફોન ખરીદ્યા પછી અલગથી MagSafe ખરીદવું પડશે.
MagSafe ચાર્જર આઇફોન 12 સિરીઝને સપોર્ટ કરે છે અને ચુંબક દ્વારા ફોનની પાછળ વળગી રહે છે. આ વાયરલેસ ચાર્જર છે અને કંપનીએ ભારતમાં તેની કિંમતોની જાહેરાત કરી છે.
એપલે તાજેતરમાં જ ભારતમાં પોતાનું પહેલો ઓનલાઇન સ્ટોર ખોલ્યો છે અને MagSafe Duo ચાર્જર અહીં સૂચિબદ્ધ છે. આ ચાર્જર એક સાથે બે ડિવાઇસ ચાર્જ કરી શકે છે. એટલે કે, આઇફોન સાથે, તમે એપલ વોચ પણ ચાર્જ કરી શકો છો.
એપલ MagSafe Duoની કિંમત 13,900 રૂપિયા છે. આ Qi પ્રમાણિત ઉપકરણોને ચાર્જ કરવાની મંજૂરી આપે છે. જો કે, MagSafeનું સામાન્ય ચાર્જર ફક્ત 4,500 રૂપિયામાં મળે છે.