નવી દિલ્હી : ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વાહનોના વેચાણની જે રીતે જોવા મળી હતી, તેવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ઓક્ટોબરમાં પણ વેચાણના મોટા આંકડા જાહેર કરવામાં આવશે. કારણ કે ઓક્ટોબરમાં ઉત્સવની સિઝનની શરૂઆત સાથે વેચાણમાં વધારો થવાની ધારણા હતી. પરંતુ છેલ્લા મહિનામાં વાહનોના વેચાણમાં મોટો ઘટાડો થયો છે.
માત્ર અને માત્ર પેસેન્જર વ્હિકલ સેગમેન્ટમાં, કેટલીક ઓટો કંપનીઓએ ગયા મહિને વેચાણના સારા આંકડા રજૂ કર્યા છે. આમાં મારુતિ સુઝુકી, હ્યુન્ડાઇ, ટાટા મોટર્સ અને કિયા મોટર્સની કાર સારી વેચાઇ છે. જ્યારે અન્ય કંપનીઓના વેચાણમાં ઘટાડો થયો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (એફએડીએ) ના અનુસાર, ઓક્ટોબરમાં પેસેન્જર કારના વેચાણમાં 8.8 ટકાનો ઘટાડો નોંધાયો છે.
એફએડીએના આંકડા મુજબ, વાર્ષિક ધોરણે ઓક્ટોબરમાં પેસેન્જર વાહનોના છૂટક વેચાણમાં 8.8 ટકાનો ઘટાડો થયો છે અને તે 2,49,860 યુનિટ્સ છે. જ્યારે એક વર્ષ અગાઉ ઓક્ટોબર -2017 માં પેસેન્જર વાહનોનું વેચાણ 2,73,980 યુનિટ હતું. સપ્લાય ચેઇન વિક્ષેપને કારણે વાહનોની નોંધણી ધીમી પડી છે.