મુંબઈ : કોલકાતા નાઈટ રાઇડર્સની સહ-માલિક અને અભિનેત્રી જૂહી ચાવલા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. બુધવારે તેણે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો શેર કરતી વખતે તેણે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઈ) ની નબળી સિસ્ટમ પર નિશાન સાધ્યું હતું. તેણે આ વીડિયો જાતે રેકોર્ડ કર્યો છે. આઈપીએલની 13 મી સીઝન પૂર્ણ થયા બાદ દુબઇથી ભારત પરત ફરી છે.
જુહી ચાવલાએ શેર કરેલા આ વીડિયોમાં જોઇ શકાય છે કે એરપોર્ટ કાઉન્ટર પર ઘણી ભીડ છે. લોકો ચાર-પાંચ લાઈનમાં ઉભા છે. આ લોકોમાંથી કેટલાક લોકો એએઆઈની આ સિસ્ટમની ટીકા કરી રહ્યા છે. આ વીડિયોમાં એક મુસાફર પણ આ વાત કહી રહ્યો છે. આ લોકો એરપોર્ટ સ્ટાફને જણાવી રહ્યાં છે, “આને કારણે ઘણા બધા કોરોના વાયરસ ફેલાય છે. તે તમારી જવાબદારી રહેશે.”
ખૂબ જ શરમજનક વ્યવસ્થા
આ વીડિયો શેર કરતાં જુહી ચાવલાએ કહ્યું હતું કે, “વિમાનમથક અને સરકારી અધિકારીઓને તાત્કાલિક ઘણા અધિકારીઓની નિમણૂક કરવા અને એરપોર્ટ આરોગ્ય ક્લિયરન્સ માટે વધુ કાઉન્ટરો બનાવવાની અપીલ છે. તમામ મુસાફરો અહીં લાંબા સમયથી ફસાયેલા છે … એક પછી એક વિમાન … ખૂબ જ ખરાબ અને શરમજનક પરિસ્થિતિ. ” જૂહી ચાવલાએ આ ટ્વીટમાં એએઆઈને ટેગ કરી, જેનો જવાબ પણ મળ્યો.
Request the Airport and Govt authorities to IMMEDIATELY deploy more officials and counters at the Airport Health clearance … all passengers stranded for hours after disembarking .. … flight after flight after flight …..Pathetic , shameful state ..!!@AAI_Official pic.twitter.com/rieT0l3M54
— Juhi Chawla Mehta (@iam_juhi) November 11, 2020
એએઆઈએ જવાબ આપ્યો
એએઆઈએ તેના જવાબમાં કહ્યું, “પ્રિય મેમ, તમે જે મુશ્કેલી વેઠી તેના બદલ અમે દિલગીર છીએ. કૃપા કરીને અમને જણાવો કે તમે કયા એરપોર્ટ પર છો જેથી અમે આ મુદ્દાને વહેલી તકે હલ કરી શકીએ.” વિન્દુ દારા સિંહે જુહીના આ ટ્વીટનો જવાબ આપ્યો. તેમણે કહ્યું, “આ પ્રક્રિયામાં કાગળની કાર્યવાહી ખૂબ જ વધારે છે, તેને સરળ બનાવવું જોઈએ અને લોકોને સેલ્ફ ક્વોરેન્ટીન થવા દેવા જોઈએ.”