મુંબઈ : બોલીવુડ અભિનેત્રી કંગનાએ તેના ભાઈના લગ્નમાં ખૂબ જ મસ્તી કરી હતી. જેના ફોટો તેણે પોતાના ચાહકો માટે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તેના ભાઈના લગ્ન ઉદયપુરમાં થયા હતા. ચાહકોને કંગનાનો આઉટફિટ પણ ગમ્યો. તેના ભાઈના લગ્નમાં કંગનાએ એક ગુજરાતી ચોળી પહેરી હતી જેને બનાવવામાં 14 મહિનાનો સમય લાગ્યો હતો. અભિનેત્રીએ જાતે તેની માહિતી સોશિયલ મીડિયા પર આપી છે.
વીડિયો શેર કરતી વખતે કંગનાએ લખ્યું, તે બધા લોકો જે મારા લહેંગા(ચોલી) વિશે પૂછતા હતા. આ એક ગુજરાતી બાંધણી લહેંગા છે જેને તૈયાર થવા માટે લગભગ 14 મહિનાનો સમય લાગ્યો છે. આ લહેંગામાં પ્રચંડ કળા જોવા મળી રહી છે. ડિઝાઇનર અનુરાધા વકીલે આ સપનું સાકાર કર્યુ અને મારા મિત્ર સબ્યાસાચીએ મારા માટે જ્વેલરી ડિઝાઇન કરી.
કંગના રાનાઉતે તેના ભાઈના લગ્નની સંપૂર્ણ જવાબદારી લીધી હતી અને આ માટે તેણે કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે. કંગનાની બહેન રંગોલીએ આ અંગે માહિતી આપી છે. રંગોલીએ લખ્યું છે કે, હું ઘણા સુપરસ્ટાર્સને જાણું છું જે આવા લગ્ન શાહી સ્થળ પર કરાવે છે. પણ હું કોઈને ઓળખતી નથી જેણે તેના ભાઈ-બહેનો માટે આ કર્યું હોય, જેમ કંગનાએ કર્યું છે.