નવી દિલ્હી : ટીમ ઈન્ડિયા વનડે, ટ્વેન્ટી-ટ્વેન્ટી અને ટેસ્ટ સિરીઝ રમવા ઓસ્ટ્રેલિયા પહોંચી છે. 2018-19માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ જીતીને ઈતિહાસ રચનાર ભારતીય ક્રિકેટ ટીમ આ ટૂર પર થોડી મુસીબતમાં છે, કારણ કે વિરાટ કોહલી છેલ્લી ત્રણ ટેસ્ટમાં ભાગ નહીં લે. વિરાટ કોહલીની ગેરહાજરી છતાં ઓસ્ટ્રેલિયાના દિગ્ગ્જ સ્પિનર નાથન લિયોન ટીમ ઈન્ડિયાને મજબૂત માને છે.
લિયોનનું માનવું છે કે, વિરાટ કોહલી માટે ન રમવું નિરાશાજનક છે, પરંતુ તે છતાં ઓસ્ટ્રેલિયાની ટીમ શ્રેણીની દાવેદાર બની જતી નથી, કેમ કે ટીમ ઈન્ડિયામાં ઘણા સ્ટાર ખેલાડીઓ છે.
કેપ્ટ્ન કોહલી એડિલેડમાં પ્રથમ ટેસ્ટ મેચ બાદ ઘરે પરત ફરશે. વિરાટ કોહલીને કેબીસીસીઆઈએ પિતૃત્વ રજા માટે મંજૂરી આપી છે. કોહલી જાન્યુઆરીની શરૂઆતમાં તેમના પહેલા બાળકના જન્મ સમયે તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા સાથે રહેવા માંગે છે.
પુજારા, રહાણેના કારણે ટીમ ઈન્ડિયા મજબૂત છે
લિયોને કહ્યું કે, નિશ્ચિતરૂપે નિરાશાજનક છે કે તેને વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાંથી એક કોહલીને આઉટ કરવાની મર્યાદિત તકો મળશે. તેણે કહ્યું, ‘તે શ્રેણી માટે નિરાશાજનક છે. તમે વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ સામે રમવા માંગો છો. મારું માનવું છે કે સ્ટીવ સ્મિથ અને માર્નસ લબુસ્ચેન સાથે તે અત્યારે વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. તે નિરાશાજનક છે પરંતુ તે પછી પણ તેમની પાસે સુપરસ્ટાર છે. ”
લિયોન રહાણે અને પૂજારાને કારણે ટીમ ઈન્ડિયાને મજબૂત માને છે. “તેમની ટીમમાં પૂજારા, અજિંક્ય અને કેટલાક સારા યુવા ખેલાડીઓ જેવા ટોચના બેટ્સમેન છે.” આ હજી પણ આપણા માટે એક મોટો પડકાર હશે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતે ત્રણ વનડે મેચ રમવાની છે, એટલી જ ટી – 20 આંતરરાષ્ટ્રીય અને ચાર ટેસ્ટ મેચ. આ પ્રવાસની શરૂઆત 27 નવેમ્બરના રોજ વનડે સિરીઝથી થશે. ટેસ્ટ શ્રેણીની શરૂઆત 17 ડિસેમ્બરથી એડિલેડમાં થશે.