અમરનાથ યાત્રાળુ પરના આંતકવાદ હુમલામાં મુખ્ય સૂત્રધાર ઠાર કરાયો પરંતુ શ્રદ્ધાળુ ના મરણના પ્રમાણપત્ર ન મળ્યા
વારસદારને મૃતક ના મરણના દાખલા બેંકો તેમજ વિવિધ કચેરી એ જરૂરિયાત હોવાથી રાજ્ય સરકાર તાત્કાલિક દરમિયાનગીરી કરે
વલસાડ : જમ્મુ-કાશ્મીરમાં અનંતનાગ ખાતે ગત 10 જુલાઈની રાત્રીએ અમરનાથ યાત્રિકોની બસ ઉપર થયેલા આતંકી હુમલામાં મુખ્ય માસ્ટરમાઈન્ડ અબુ ઇસ્માઇલ ને આજે ઠાર કરાયો છે પરંતુ આ હુમલાને 2 માસ વીતવા છતાંયે મૃતકોના પરિવારને મરણના પ્રમાણપત્ર આજદિન સુ ધી ન મળતા પરિવારજનો ચિંતામાં જોવા મળી રહ્યા છે મરણ પ્રમાણપત્ર ના અભાવે પરિવાર જનોને સહાયની રકમ મળી શકી નથી જે તે બેંક અને વીમા કંપનીઓ મરણ પ્રમાણપત્ર વગર તેઓની આગળની કામગીરી થઇ શકતી નથી આ કારણસર વારસદારને મૃતક ના મરણના દાખલા બેંકો તેમજ વિવિધ કચેરી એ જરૂરિયાત હોવાથી રાજ્ય સરકાર દરમિયાનગીરી કરે તે જરૂરી બની રહ્યું છે આ અંગે મૃતકના સ્વજનો પારડી તાલુકાના રેંટલાવ ગામના મૃતક શ્રદ્ધાળુ સુરેખાબેન ડી પટેલ ના પુત્ર જીગ્નેશભાઈ પટેલ તેમજ અન્ય મૃતકના પરીવારે વલસાડના કલેકટર આર,સી,ખરસાણ રજુઆત કરી હતી તેમજ 2 દિવસ અગાઉ વલસાડ આવેલા રાજ્ય શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પણ રજૂઆત કરી અને મંત્રીજીએ પણ તેમને પ્રમાણપત્ર તાત્કાલિક મળી જશે એવું આશ્વાસન આપ્યું હતું . સરકાર એ ઝડપથી સહાય નો ચેક આપ્યો હતો તેમ મરણ પ્રમાણપત્ર પણ આપે તે જરૂરી બન્યું છે .