અભિષેક બચ્ચન ,રાજ કુમાર રાવ ,આદિત્ય રોય કપૂર ,પંકજ ત્રિપાઠી ને એક સાથે લઇ બનાવેલી થ્રિલર પ્લસ કૉમેડી ફિલ્મ જોવાની ખુબ જ મજા આવશે
લુડો રમત ની જેમ આ ફિલ્મ માં પણ 4 પ્લેયર છે. અને એક બીજા સાથે ગમે તે રીતે અથડાતા રહે છે .ક્યારેક કોઈ ના કામ માં આવે છે તો ક્યારેક કોઈ ને આગળ વધવા માટે ઉડાવી દે છે.રમત માં ક્યારેક કોઈ ને 6 પડે છે તો ક્યારેક 1 એવી જ રીતે ક્યારેક અહીયા ખુશ હોય છે. તો ક્યારેક ના ખુશ પણ જીવન ની જેમ આ પણ ગેમ છે રમવુ તો પડશે જ.આદિત્ય રોય કપૂર નો એક ખુબ જ સરસ ડાયલોગ છે જે તમને ખુબ ગમશે “કમ પૈસો મેં ખુશ રેહના ડિફિકલ્ટ હૈ,પર જ્યાદા મેં ઈમ્પોસીબલ ” ખુબજ મજો કરાવી દે એવી ફિલ્મ તમને છેક સુધી ઉભા નઈ થવા દે.અનુરાગ કશ્યપ જે અંતમાં તદ્દન સાચી વાત કહે છે કે સ્વર્ગ અને નર્ક બધુ અહીંયા જ છે.બાકી બધુ ઈમેજીનેશન છે.
