જાપાનની સુઝુકી મોટર કોર્પે ત્રીજો કાર ઉત્પાદક પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાતમાં રૂા.૩,૮૦૦ કરોડના નવા રોકાણની જાહેરાત કરી છે. કંપની તેના ભાગીદારો તોશિબા અને ડેન્સો સાથે મળીને લિથિયમ આયન બેટરી ઉત્પાદન માટે નવું યુનિટ સ્થાપવા રૂા.૧૧પ૦ કરોડનું રોકાણ પણ કરશે.નવા રોકાણથી કંપાનીની હાંસલપુર પ્લાન્ટની ક્ષમતામાં વધારો થશે અને આમ, આ ફેસિલિટીમાં તેનું કુલ રોકાણ લગભગ રૂા.૧૩,૪૦૦ કરોડે પહોંચશે. આ ફેસિલિટી ખાતે કંપનીએ બે પ્લાન્ટસ અને એક એન્જિન તથા ટ્રાન્સમિશન પ્રોડકશન યુનિટ પાછળ અગાઉ રૂા.૯,૬૦૦ કરોડનું રોકાણ કરેલું છે.
હાંસલપુર સ્થિત પ્લાન્ટ સુઝીકી મોટર કોર્પનો ભારત ખાતેનો પ્રથમ સંપૂર્ણ માલિકીનો પ્લાન્ટ છે. સુઝુકી મોટર કોર્પના ચેરમેન ઓસામુ સુઝુકીએ નવા રોકાણની જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું કે, કંપની ત્રીજા પ્લાન્ટ માટે રૂા.૩૮૦૦ કરોડનું રોકાણ કરશે. આ પ્લાન્ટની વાષિક ક્ષમણા ર.પ લાખ યુનિટની હશે. જયારે કંપનીનો ત્રીજો પ્લાન્ટ સંપૂર્ણ રીતે કાર્યરત થઇ જશે એટલે તેની ગુજરાત પ્લાન્ટની કુલ વાર્ષિક ક્ષમતા ૭.પ લાખ યુનિટે પહોંચશે. જોકે, ઓસામુ સુઝુકીએ ત્રીજો પ્લાન્ટ કયારે કાર્યરત થઇ જશે તેનો કોઇ ચોકકસ સમયગાળો જાહેર કર્યેા નહોતો.
પ્રથમ બન્ને પ્લાન્ટસની વાર્ષિક ક્ષમતા અઢી લાખ યુનિટની છે જયારે એન્જિન અને ટ્રાન્સમિશન યુનિટની ક્ષમતા વર્ષે લગભગ પાંચ લાખ યુનિટનું ઉત્પાદન કરવાની છે