ગરબાની પ્રેક્ટિસ કરાવનાર સંચાલક અને યુવતીની બેનપણીની પોલીસ પૂછપરછ કરી રહી છે
પારડી નજીક અતુલ ફાસ્ટ ગેટ ની યુવતી ગતરોજ પારડીમાં એક હોલ ખાતે છેલ્લા એક માસથી ગરબાની પ્રેક્ટિસ કરવા આવતી યુવતી ગુમ થતા યુવતીના પિતાએ પારડી પોલીસ મથકે પુત્રી ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ શનિવારના રોજ નોંધાવી હતી.
વલસાડ તાલુકાની અતુલ ફાસ્ટ ગેટ પાંડુની ચાલમાં રહેતી ૨૩ વર્ષીય રાખી બાબુલાલ ભોલેશંકર સક્સેના જે છેલ્લા એક માસથી પારડી યુનિટી હોલ ખાતે ગરબાની પ્રેક્ટિસ કરવા આવતી હતી અને ગતરોજ શુક્રવારના સાંજે અતુલ ઘરે પરત ના પહોંચતા તેમના પરિવારે સબંધી તેમજ યુવતીની બેનપણી ને ત્યાં શોધખોળ કરવા છતાં પુત્રી ન મળતા આજરોજ શનિવારના રાખીને પિતા બાબુલાલ સક્સેનાએ પારડી પોલીસમાં તેમની પુત્રી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી જેમાં યુવતી ઘઉં વરણી ૫ ફૂટ ઊંચાઈ અને ઘરેથી તેના જોડે મોબાઈલ લઇ ગઈ હતી પરંતુ તેનો મોબાઈલ પણ બંધ આવતા રાખીને પરિવારો ચિંતામાં દેખાઈ રહ્યા છે પોલીસે વધુ તપાસ હાથ ધરી પારડી યુનિટી હોલ ખાતે ગરબાની પ્રેક્ટિસ કરાવનાર સંચાલક અને યુવતીની બેનપણીની પોલીસ પૂછપરછ કરી રહી છે.