જીલ્લા પોલીસ તંત્રમાં છેલ્લા ચાર પાંચ દાયકાથી વલસાડ જીલ્લામાં નોકરી કરવી એ દરેક પોલીસમેન તથા અધિકારીઓ માટે સોનેરી સ્વાનું છે જાકે હાલે ત્રણ ચાર વરસ પહેલા રેન્જ આઇ.જી. તરીકે હસમુખ પટેલ આવ્યાં અને હસમુખ પટેલ વલસાડ જીલ્લાનાં એસ.પી. હતા ત્યારનો સમય છોડીને બાકીનો સમય પોલીસ ડીપાર્ટમેન્ટ તથા તેના કર્મચારીઓ અને અધિકારીઓ માટે સોનાનાં ઇંડા આપતી મરધી સમાન રહ્યું છે.
હાલે ગુજરાત સરકારે દારૂબંધી કાયદાને ખૂબ જ કડક બનાવતા પોલીસ તંત્ર કડક રીતે કામ કરતા હોય તેવું લાગ્યું તાજેતરમાં વલસાડ જીલ્લાને પૂર્વ અને પશ્ચિમમાં આવેલ કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા નગર હવેલી અને દમણમાં કેન્દ્રની મોદી સરકારે સીનીયર પ્રશાસનિક અધિકારીને આ કેન્દ્ર શાસિત પ્રદેશોનાં પ્રશાસકને હટાવી રાજકીય વ્યક્તિ પ્રફુલ્લ પટેલ જે એક સમયે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્ય પ્રધાન હતા ત્યારે તેને ગૃહ રાજ્ય પ્રધાન હતા. તેને આ બંને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રશાસક તરીકે નિમણુંક આપતા અને એક ઇમાનદાર અને પ્રમાણિક પ્રશાસક તરીકે સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જે દારૂની હેરફેર વગેરેની પ્રવૃત્તિ બેરોકટોક પ્રમાણે ચાલતી હતી અને આ કેન્દ્રશાસિત પ્રદેશમાં દારૂનાં ધંધામાં ઓતપોત બુટલેગરો ગાંધી છાપ નોટોથી વલસાડ જીલ્લાનાં પોલીસ તંત્રને ખિસ્સામાં સમજતા હતા. તેમના ખીસ્સા કપાઇ ગયા અને ગુજરાતની પોલીસે અને વલસાડ જીલ્લાની પોલીસે દમણ, દાદરા, સેલવાસ વગેરે વિસ્તારોમાં જઇ જુના, નવા કેસોમાં વોન્ટેડ બુટલેગરોને કોઇપણ જાતની રાજકીય શેહ શરમ વિના કાયદા પ્રમાણે કાર્ય શરૂ કર્યું.
હાલે છેલ્લા એક વર્ષ ઉપરથી જ્યારથી ડો.શમશેરસિંઘ રેન્જ આઇ.જી. તરીકે આવ્યાં ત્યારબાદ દારૂ બંધી ક્ષેત્રે વધુને વધુ કચરો સમય આવ્યો અને વલસાડ જીલ્લાનાં વિવિધ પોલીસ સ્ટેશનોએ લકઝરી કારથી માંડી, ટ્રકો,ટેંકસે, ટેમ્પોનો ખડકળો લાગી ગયો પરંતુ એવું કહેવાય છે કે દારૂ જેટલો વલસાડ જીલ્લામાંથી પસાર થાય છે તેમાંથી ૧૦ ટકા પણ પકડાતો નથી. પોલીસ તંત્રનાં વિવિધ સેલનાં, ડી.સ્ટાફનાં માણસો ખાનગી ગાડી, વગર નંબરની સ્કોર્પીઓ વગેરે લઇ રેમન્ડ ઇન્ડસ્ટ્રીઝ આગળ વલસાડ શુગર ફેકટરી પાસે ગીરીરાજ પારનેરા પાસે પારડી, પારનદી પર લઇને ઉભા રહે છે અને દારૂ હેરફેર કરતી ગાડીઓ નો પીછો કરી પકડે છે આ પોલીસ તંત્રનાં માણસો આ રીતે ગાડીઓ પકડે રોકે અને દારૂની હેરફેર ઘટાડે ત્યાં સુધીનો ઠીક છે પરંતુ છેલ્લા બે ગણ મહિનામાં આ ગાડીઓ દારૂ પકડવા માટે પીછો કરતા હોય ત્યારે ગંભીર અકસ્માતો થઇ બુટલેગરોનાં જીવ જઇ રહ્યાં છે. ત્યારે જીલ્લા પોલીસ વડા અને રેન્જ આઇ.જી. એ આ અકસ્માતો પોલીસનાં માણસો કરે છે કે પછી કુદરતી અકસ્માતો જ હોય છે તેની સઘન તપાસ કરવી જાઇએ અહીં એ યાદ રાખવું પડશે કે ભૂતકાળમાં વલસાડ એલ.સી.બી. નાં બે કર્મચારીઓને વાપી ઓવર બ્રીજ પાસે ટક્કર મારી જાનથી મારી નાંખવામાં આવ્યાં હતા અને ત્યારે ઘણાં બાતમીદારો, પોલીસનાં કર્મચારીઓની હત્યા આ બુટલેગરો તરફથી કરવામાં આવી હતી. પરંતુ હાલે એક મોટર સાઇકલ પર દારૂ વહન કરતો બુટલેગર અને તારીખ ૧૫મી એ રાત્રે મહેન્દ્ર એકસ.યુ.વી. જેવી લકઝરીકાર ભરેલી જે રીતે રાત્રે ટ્રકમાં પાછળ અટક પારડી ફલાય ઓવર બ્રીજ પર ધુસી અને એકનું મૃત્યુ થયું તે પ્રકારે આ રીતનાં બનાવોમાં બીટબીન ધ લાઇન્સ શું એવું હશે કે પોલીસ તંત્ર હવે જુના હિસાબો સરભર કરે છે?