નવી દિલ્હી : બિહારમાં નીતીશ કુમારના નેતૃત્વ હેઠળ એનડીએની સરકાર બનાવવામાં આવી છે. ગઈકાલે 14 મંત્રીઓએ શપથ લીધા હતા. આજે તેમના વિભાગો વિભાજિત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી નીતીશ કુમાર પાસે હોમ, જનરલ એડમિનિસ્ટ્રેશન, વિજિલન્સ સહિતના વિભાગો છે જે અન્ય મંત્રીઓને ફાળવવામાં આવ્યા નથી, જ્યારે ડેપ્યુટી સીએમ તરકિશોર પ્રસાદને નાણાં, વાણિજ્યિક કર, પર્યાવરણ અને જંગલો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, શહેરી વિકાસ સાથે માહિતી ટેકનોલોજી વિભાગ સોંપવામાં આવ્યો છે.
તે જ સમયે, ડેપ્યુટી સીએમ રેનુ દેવીને પંચાયતી રાજ, પછાત જાતિના ઉત્થાન અને ઇબીસી કલ્યાણ સાથે ઉદ્યોગ મંત્રાલય મળ્યું છે. વિજય ચૌધરીને ગ્રામીણ ઇજનેરી વિભાગ, ગ્રામીણ વિકાસ વિભાગ, જળ સંસાધન, માહિતી અને પ્રસારણ અને સંસદીય બાબતો વિભાગની જવાબદારી મળી છે. બિજેન્દ્ર યાદવને ઉર્જા મંત્રાલય તેમજ પ્રતિબંધ, આયોજન અને ખાદ્ય અને ગ્રાહક બાબતોના માંત્રાલય મળ્યું છે.
અશોક ચૌધરીને બિલ્ડિંગ કન્સ્ટ્રકશન, સમાજ કલ્યાણ, વિજ્ઞાન તકનીકની સાથે લઘુમતી કલ્યાણ વિભાગ આપવામાં આવ્યું છે. મેવાલાલ ચૌધરીને શિક્ષણ મંત્રાલય મળ્યું છે. શીલા કુમારને પરિવહન મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. સંતોષ માંજીને અનુસૂચિત જાતિ અને જનજાતિ કલ્યાણ વિભાગની જવાબદારી નાની સિંચાઇ સાથે આપવામાં આવી છે. તે જ સમયે, મુકેશ સાહનીને પશુપાલન અને મત્સ્યઉદ્યોગ મંત્રાલય મળ્યું છે.
ભાજપના કોટાના મંત્રી મંગલ પાંડેના કદમાં વધારો થયો છે. આરોગ્યની સાથે સાથે તેમને માર્ગ મકાન અને કલા અને સંસ્કૃતિ મંત્રાલયની જવાબદારી પણ મળી છે. અમરેન્દ્રસિંહને કૃષિ, સહકારી અને શેરડી વિભાગનો હવાલો મળ્યો છે. રામપ્રીત પાસવાનને પીએચઈડી વિભાગ મળ્યો છે. જીવેશ કુમારને પર્યટન, મજૂર અને ખાણકામ વિભાગ મળ્યો છે. રામ સુંદરને મહેસૂલ અને કાયદા મંત્રાલયની જવાબદારી મળી છે.