૧૦૦ ભૂદેવો દ્વારા શાસ્ત્રોકત વિધી સાથે વડાપ્રધાન મોદીઅે સરદાર સરોવર ડેમનું લોકાર્પણ કર્યુ : કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રીશ્રની ઉપસ્થિતિ: વડાપ્રધાન મોદી માતા હિરાબેન મળી આશિર્વાદ લીધા
અમદાવાદ : આજે 17 સપ્ટેમ્બરે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસે રવિવારે સરદાર સરોવર ડેમ દેશને કર્યો સર્મપિત. જન્મદિવસ ઉજવવા વડાપ્રધાન એક દિવસ પહેલા જ ગુજરાત આવી ગયા હતા. માતાના આશીર્વાદ લઈને તેઓ કેવડિયા કોલોની પહોંચ્યા.
100થી વધારે ભૂદેવો હાજર રહી શાસ્ત્રોકત વિધિથી પૂજન અને મહાઆરતી કરાયા. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, જળસંશાધન મંત્રી નિતિન ગડકરી સહિતના મહેમાનો હાજર રહ્યા હતા. ડેમના 30 દરવાજા અડધો મીટર ખોલી નર્મદાને વહેતી કરાઈ.