રાજ્યમાં 2 મહિના બાદ કોરોનાના રેકોર્ડબ્રકે 1400થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 1420 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 305 કેસ નોંધાયા છે.
અમદાવાદમાં 57 કલાકનું આજથી કર્યુ લાદવામાં આવ્યું છે ત્યારે સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આજ સાંજ સુધીમાં કર્યુને લઈને નિર્ણય લેવાઈ શકે છે. કોરોનાના કેસ વધતા અમદાવાદ શહેરમાં પ્રવેશતી ST બસો પર પ્રતિબંધ લગાવાયો છે અને AMTSની બસો પણ શહેરમાં આજથી રાત્રે 9થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી ન દોડાવા નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે ટ્રેન અને ફ્લાઈટની સેવા હાલ પુરતી ચાલુ રાખવામાં આવી છે.
અમદાવાદમાં 57 કલાક સુધી કર્ઘ રહેશે અમદાવાદમાં 112 દિવસ પછી 20મી તારીખથી રાતે 9 વાગ્યાથી તા. 23મીને સોમવારે સવારે 6 વાગ્યા સુધી 57 કલાકના કર્ઘની જાહેરાત કરવામાં આવી છે. ત્યારપછી સોમવારથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રોજ કૐ ચાલુ રહેશે. આ દરમિયાન માત્ર દૂધ અને દવા તથા આવશ્યક ચીજવસ્તુ જ મળશે બાકી તમામ બંધ રહેશે.
અન્ય શહેરોમાં પેટ્રોલિંગ વધાર્યું, તંત્ર એલર્ટ અમદાવાદ શહેરમાં આજ રાતથી કર્ક્સ લાદવામાં આવ્યા બાદ અન્ય શહેરોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અને કોરોનાનું સંક્રમણ વધુ ફેલાઈ નહીં એ માટે તંત્ર એલર્ટ થઇ ગયું છે.
અમદાવાદમાં AMTS- ST બસ બંધ
અમદાવાદમાં કોરોનાના કેસો વધવાને કારણે રાત્રિ કરફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. કરફ્યુને કારણે શહેરમાં પ્રવેશતી ST બસો પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે AMTSની બસો પણ શહેરમાં આજથી રાત્રે 9થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી નહીં દોડે. તે ઉપરાંત સોમવારથી રાત્રિ દરમિયાન પણ AMTSની બસો નહીં દોડે.
ફલાઈટના શિડ્યુલમાં કોઈ ફેરફાર નહીં અમદાવાદમાં બસો પર પ્રતિબંધ લાગ્યા બાદ અમદાવાદ એરપોર્ટ તરફથી ટ્વિટર પર જાહેરાત કરવામાં આવી છે. મુસાફરોએ તેમની ટિકીટ, બોર્ડિંગ પાસ અને ઓળખકાર્ડ સાથે રાખવા પડશે. ફ્લાઈટના શિડ્યૂલમાં કોઈ ફેરફાર નહીં થાય.