મુંબઈ: ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ નિયમનકારી માર્ગદર્શિકાના ભંગ બદલ પીએનબી, સોડેક્સો અને ફોનપે સહિત છ કંપનીઓ પર 5.78 કરોડનો દંડ ફટકાર્યો છે. પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007 ની કલમ 30 હેઠળ આરબીઆઈએ નિયમનકારી માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ આ એકમો પર દંડ ફટકાર્યો છે.
કોના – કોના પર દંડ ફટકાર્યો
પંજાબ નેશનલ બેંકને બાદ કરતા, બાકીના પાંચ નોન-બેંક પ્રિપેડ પેમેન્ટ પ્રોડક્ટ (પીપીઆઇ) જારી કરનારા એકમો છે. પીપીઆઈનો ઉપયોગ માલ અને સેવાઓની ખરીદીમાં તેમજ મિત્રો, સંબંધીઓ વગેરેને પૈસા લેવા માટે થાય છે. આરબીઆઈએ સોડેક્સો એસવીસી ઇન્ડિયા પ્રા.લિ., મુથૂટ વ્હીકલ એન્ડ એસેટ ફાઇનાન્સ લિમિટેડ, ક્વિક સિલ્વર સોલ્યુશન્સ પ્રા.લિ., ફોનપે પ્રા.લિ., દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ અને પંજાબ નેશનલ બેંકને દંડ ફટકાર્યો છે.
કેટલો – કેટલો દંડ
સોડેક્સો પર વધુમાં વધુ 2 કરોડનો દંડ કરાયો છે જ્યારે પી.એન.બી. અને ક્વિક સિલ્વર સોલ્યુશન્સને પ્રત્યેક 1 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. તે જ સમયે, ફોનપે પર 1.39 કરોડ રૂપિયાનો દંડ અને મુથૂટ વ્હીકલ અને એસેટ ફાઇનાન્સ પર 34.55 કરોડનો દંડ, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનને 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.