મુંબઈ : બોલિવૂડ ડિરેક્ટર મધુર ભંડારકરે શુક્રવારે ભારતીય મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશન (આઈએમપીપીએ) માં કરણ જોહરની ધર્મ પ્રોડક્શન્સ વિરુદ્ધ તેના નેટફ્લિક્સ શો માટે ‘ફેબ્યુલસ લાઇવ્સ ઓફ બોલીવુડ વાઇવ્સ’ (Fabulous Lives of Bollywood Wives) શીર્ષકનો દુરૂપયોગ કરવા બદલ ફરિયાદ નોંધાવી છે. ટ્વિટમાં મધૂરે લખ્યું છે – કરણ જોહર અને અપૂર્વ મહેતાએ મને પૂછ્યું હતું કે શું તેઓ તેમની સીરીઝનું નામ બોલીવુડ વાઈફ્સ રાખી શકે છે? મેં તેમને ના પાડી કારણ કે મારો એક પ્રોજેક્ટ તે જ નામ હેઠળ રજૂ થવાનો હતો.
ટ્વિટમાં મધુર આગળ લખે છે, પોતાની સિરીઝને ફેબ્યુલસ લાઇવ ઓફ બોલીવુડ વાઇવ્સ ગણાવીને તેણે ખોટું કર્યું છે. મારા પ્રોજેક્ટને નુકસાન ન પહોંચાડો. કૃપા કરીને મારા પ્રોજેક્ટને બગાડો નહીં. શીર્ષક બદલવા માટે હું તમને નમ્ર અપીલ કરું છું. તમને જણાવી દઈએ કે, મધુરનું આ ટ્વિટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. ચાહકો પણ આ ટ્વિટ પર પોતપોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે. કેટલાક કરણની તરફેણ કરી રહ્યા છે તો કેટલાક કરનને આરોપી તરીકે જણાવી રહ્યા છે.
Dear @karanjohar U & @apoorvamehta18 had asked me 4 the title #BollywoodWives for web,which I refused,as my project is underway. It is Morally & ethically wrong u to tweak it to #TheFabulousLivesofBollywoodWives. Pls do not dent my project. I humbly request u to change the title.
— Madhur Bhandarkar (@imbhandarkar) November 20, 2020
આ શો 27 નવેમ્બરના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. તે બોલિવૂડ અભિનેતા સીમા ખાન, માહીપ કપૂર, ભાવના પાંડે અને નીલમ કોઠારી સોનીની પત્નીઓના જીવન પર આધારિત છે. ગયા શુક્રવારે આ શોનું ટ્રેલર રિલીઝ થયું હતું