ગુજરાતમાં કોરોના બોમ્બ ફૂટ્યો છે. રાજ્યમાં પહેલીવાર એક જ દિવસમાં 1515 કેસ નોંધાયા છે અને હજી સ્થિતિ વણસે તેવા એંધાણ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 9 મોત અને 1271 દર્દી સાજા થઇને ઘરે ગયા છે. આ સાથે જ અત્યારસુધીમાં કુલ કેસનો આંકડો 1 લાખ 95 હજાર 917 થયો છે. જ્યારે મૃત્યુઆંક 3846 થયો છે. તો અત્યારસુધીમાં કુલ 1 લાખ 78 હજાર 786 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં હાલ 13285 એક્ટિવ કેસ છે. જેમાંથી 95 વેન્ટિલેટર પર અને 13190 દર્દીની હાલત સ્થિર છે.
અમદાવાદની સરહદો સીલ, બહારગામના વાહનોને નો એન્ટ્રી
અમદાવાદની સરહદો પર પોલીસ તેનાત કરી દેવાઈ છે અને કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. બહારગામથી આવતા વાહન ચાલકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. જેના કારણે મુસાફરો અટવાયા છે અને હાલાકી ભોગવી રહ્યાં છે. સનાથલ ચોકડી સહિતના વિસ્તારોમાં ખાનગી વાહનો દ્વારા બેફામ ભાડું વસૂલવામાં આવી રહ્યું છે.