તહેવારોની મોસમ પૂરબહારમાં ખીલી છે ત્યારે બેન્કોમાં પણ ઘણી લાંબી રજાઓનો દોર આવવાનો છે. આવનારા દિવસોમાં સતત ચાર દિવસ સુધી બેન્ક બધં રહેવાની છે કેમ કે આ વખતે ચાર દિવસનો લાંબો વિકેન્ડ છે. જો કોઈ પણ બેન્કનું કામ હોય તો આ ચાર દિવસની રજા પહેલાં પતાવી લેવા નહીંતર મુશ્કેલી પડશે. લોકોને જાણવું જરૂરી છે કે તહેવારોના સમય પર રોકડની જરૂર પડે તો બેન્ક કયા દિવસે બધં રહેવાના છે.
જો તમારે બેન્કમાં ચેક જમા કરાવવાના છે, ડ્રાફટ બનાવવાના છે, પૈસા જમા કરાવવા–કાઢવાના છે તો તમારે આ તારીખો યાદ રાખવી પડશે. બેન્કોમાં રોકડ જમા, નવા ખાતા ખોલાવવા, એફડી બનાવવા–તોડાવવા માટે બેન્ક જવાનું છે તો આ તારીખોમાં બેન્કનો ધક્કો ન ખાવો.
આવનારી ૨૯ સપ્ટેમ્બરથી લઈને ૨ ઓકટોબર સુધી ચાર દિવસ બેન્કો બધં રહેશે. ૨૯ સપ્ટેમ્બરે દુર્ગાનવમીની રજા, ૩૦ સપ્ટેમ્બરે દશેરાની રજા, ૧ ઓકટોબરે રવિવાર અને ૨ ઓકટોબરે ગાંધી જયંતીની રજા આવી રહી છે.
આ ઉપરાંત એટીએમમાંથી પૈસા વહેલાસર કાઢી લેવા કેમ કે સતત ચાર દિવસની બેન્કરજા રહેવાને કારણે એટીએમમાં લોકોની લાઈનો લાગી જશે. સતત ચાર દિવસ બેન્ક બધં રહેવાને કારણે એટીએમમાં રોકડની મુશ્કેલી પડી છે.
દરમિયાન આજે અને આવતીકાલે પણ બેન્કોમાં રજા રહેશે કેમ કે ૨૩ સપ્ટેમ્બર એટલે કે આજે મહિનાનો ચોથો શનિવાર અને આવતીકાલે ૨૪ સપ્ટેમ્બરે રવિવારને પગલે બેન્કો બધં રહેશે.