સુરત, 24 નવેમ્બર 2020
ધોરણ 10ની વિદ્યાર્થીની સુરતની 16 વર્ષીય હીર પારેખે પોતાના શરીરથી સ્વસ્તિની રચના કરી છે. ટોપ એંગલથી જોવા પર સ્વસ્તિક સ્પષ્ટ રીતે જોવા મળે છે. પોતાના બંને હાથ અને પગ 90 ડિગ્રી પર સ્ટ્રેચ કરી સ્વસ્તિકનો આકાર બનાવ્યા છે. બે હાથ અને બે પગને 90 ડિગ્રીમાં રાખી સ્વસ્તિક પોઝ રચ્યો છે.
તે એથ્લેટિક છે. ગુજરાતમાં સિલ્વર અને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. પિતા અને બેનને સ્વસ્તિકના ચિન્હની સોશિયલ મીડિયા પર તપાસ કરતા જોયા ત્યારે પોતે આવો સ્વસ્તિક શરિરથી બનાવવનું નક્કી કર્યું હતું. એથ્લેટિક હોવાથી તે આવું કરી શકી છે.
કોરોનાની નકારાત્મકતાને દૂર કરવા માટે સ્વસ્તિ પોઝ બનાવ્યો છે. પોતે એથ્લેટિક હોવાના કારણે સહેલાથી આ પોઝ બનાવી લીધો. પોતે સોશિયલ મીડિયા પર પોતાની તસવીર અપલોડ કરતી નથી. પરંતુ સ્વસ્તિકની તસવીર પ્રથમવાર અપલોડ કરી હતી.
ભારતના રાજ્યો સહિત અમેરિકા, ઈટલી સહિત અન્ય દેશોમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.