અમદાવાદ માં ગુંડા રાજ ચાલી રહ્યું છે,અમદાવાદ માં રેહવું હવે નથી રહ્યું સુરક્ષિત રોજ ને રોજ સાંભળતા નવા નવા કિસ્સામાં ક્યારેક બળાત્કાર હોય તો ક્યારેક આત્મહત્યા ,ક્યારેક અકસ્માત હોય તો ક્યારેક અદાવત એવી વાતો ની વચ્ચે ક્યારેક કોઈ ને ખુલ્લે આમ તીક્ષ્ણ હથિયારથી પૂરો મારી નાખવાનો પ્રયાશ કરવામાં આવ્યો હોય એવા સમાચાર પણ મળે છે
અમદાવાદ ના અમરાઈવાડી વિસ્તારમાં ગઈ કાલે મોડી રાત્રે મારામારી નો બનાવ બન્યો હતો.જેમાં એક યુવાન પર ચાર લોકોએ ભેગા મળી ને તીક્ષ્ણ હથિયાર હુમલો કર્યો હતો અને 19 ઘા મારયા હતા.જે બાબત પાર અમરાઈવાડી પોલીસે ચોકી માં ગુનો નોંધાયો છે અને યુવક ને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવા માં આવ્યો છે